વિવાદાસ્પદ સલાહ : AAPનાં શાઝિયા ઇલ્મીએ કહ્યું મુસ્લિમો કોમવાદી બને, જુઓ વિડીયો

AAPનાં નેતા શાઝિયા ઇલ્મી એક નવા વિવાદમાં ફસાયાં છે. ગાઝિયાબાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતાં શાઝિયાનો એક વિડિયો ગઈ કાલે સાંજે યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં શાઝિયા મુસ્લિમોને સેક્યુલર બનવાને બદલે કમ્યુનલ બનવાની સલાહ આપી રહ્યાં છે.




સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ બનેલા ૧.૨૦ મિનિટના આ વિડિયોમાં શાઝિયા મુસ્લિમ પ્રતિનિધિઓને કહે છે, ‘મુસ્લિમો સેક્યુલર હોવાથી કૉન્ગ્રેસ અને એના જેવા પક્ષોને મત આપે છે. એ પક્ષો મુસ્લિમોનું નુકસાન કરે છે. ઇન્સાનિયત ઔર ખુદા કે વાસ્તે આપ લોગ ઇતને સેક્યુલર મત હોઈએ. મુસ્લિમ કમ્યુનલ નહીં હૈં, ઉસે કમ્યુનલ હોને કી ઝરૂરત હૈ ઔર અપનોં કો વોટ દેને કી ઝરૂરત હૈ. કેજરીવાલ આપ કે અપને હૈં.’

શાઝિયાએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘મારે માફી માગવી પડે એવું મેં વિડિયોમાં કાંઈ કહ્યું નથી. મેં એમ કહ્યું હતું કે વોટ-બૅન્કની જેમ વપરાતા રહે એને બદલે મુસ્લિમોએ પોતાના વિશે વિચારવું જોઈએ. મેં જે બેઠકમાં આ વાત કહી હતી એમાં ઘણા હિન્દુઓ પણ હાજર હતા. મેં નફરત ફેલાવે એવી કોઈ વાત નથી કરી.’

AAP = આમ આદમી પાર્ટી



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK