હેમા માલિનીએ મુસ્લિમ ધર્મ અંગીકારકર્યો છે એ વાત છુપાવી : AAPનો આક્ષેપ

મથુરાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતાં BJPનાં ઉમેદવાર હેમા માલિનીએ તેમનાં નૉમિનેશન પેપર્સમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ AAPએ ગઈ કાલે કર્યો હતો.




AAPના એક ટેકેદારે ચૂંટણીપંચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન વખતે હેમા માલિનીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો એ હકીકત તેણે નૉમિનેશન પેપર્સમાં જણાવી નથી. આ ઉપરાંત વાસ્તવિક શૈક્ષણિક લાયકાત દર્શાવવાને બદલે પોતાને માનદ ડિગ્રીઓ આપવામાં આવી હોવાનું હેમાએ જણાવ્યું છે. જોકે BJPએ આ આક્ષેપને ફગાવી દીધા હતા.

BJP = ભારતીય જનતા પાર્ટી, AAP = આમ આદમી પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK