મોદીની જીત : અમેરિકામાં ત્રણ દિવસ દિવાળી

પોતપોતાનાં ઘરોમાં, કમ્યુનિટી સેન્ટર્સમાં તથા મંદિરોમાં ગઈ કાલથી ૧૮ મે સુધી દીવડા પ્રગટાવીને મોદીના વિજયની ઉજવણી કરી રહ્યા છે અમેરિકામાં વસતા તમામ બિનનિવાસી ભારતીયોગઈ કાલે બેલ્જિયમના ઍન્ટવર્પમાં ચોકલૅટ કેક સાથે નરેન્દ્ર મોદીના વિજયની ઉજવણીની તૈયારી કરતા હીરાના વેપારીઓ.


નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની BJPને લોકસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે અમેરિકામાં વસતા મોદીના ટેકેદારો ઘરોમાં, કમ્યુનિટી સેન્ટર્સમાં તથા મંદિરોમાં ત્રણ દિવસ સુધી દીવડા પ્રગટાવીને જશન મનાવશે.


ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઑફ BJP (OFBJP)ના પ્રમુખ ચંદ્રકાંત પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત માટે આ ઐતિહાસિક ઘડી છે. પોતપોતાનાં ઘરોમાં ગઈ કાલથી ૧૮ મે સુધી રોજ દીવડા પ્રગટાવીને આ વિજયની ઉજવણી કરવા અમેરિકામાં વસતા તમામ બિનનિવાસી ભારતીયોને અમે વિનંતી કરી છે. અમારા માટે તો આ દિવાળી છે.’વી ફૉર વિક્ટરી: ગઈ કાલે ન્યુ યૉર્કના મૅનહટનમાં ટાઇમ્સ સ્ક્વેર પર નરેન્દ્ર મોદીના ભવ્ય વિજયની ઉજવણી કરતા ઇન્ડિયન અમેરિકન્સ.


ટૅમ્પામાં વસતા ચંદ્રકાંત પટેલે ભારતમાં BJP માટે પોતાના ખર્ચે પ્રચાર કરવા આવેલી OFBJPના ૧૦૦૦થી વધુ સભ્યોની એક ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની જનતાએ સુશાસન માટે અને ભ્રષ્ટાચારના વિરોધમાં મત આપ્યો છે.

મોદીના વડપણ હેઠળની BJPની કેન્દ્ર સરકાર વિદેશમાં વસતા ભારતીયોનાં હિતોને બરાબર ધ્યાનમાં રાખશે એવી આશા વ્યક્ત કરતાં ચંદ્રકાંત પટેલે કહ્યું હતું કે ભારતમાં આ નવા યુગની શરૂઆત છે.

મોદીના ટેકેદારોએ ન્યુ યૉર્ક, જર્સી સિટી, એડિસન, શિકાગો, ટૅમ્પા, હ્યુસ્ટન, ડલાસ, લૉસ ઍન્જલસ, સૅન ફ્રાન્સિસ્કો અને ગ્રેટર વૉશિંગ્ટન સહિતનાં બે ડઝન સ્થળોએ ઇલેક્શન વૉચ પાર્ટીઝ યોજી હતી. વૉશિંગ્ટન DCના એક ઉપનગરની એક રેસ્ટોરાંમાં મોદીના અનેક ટેકેદારો ઊમટી પડ્યા હતા. આ રેસ્ટોરાંના માલિકે તમામ મહેમાનોને BJPના વિજયની ખુશાલીમાં લાડુ વહેંચ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK