મહારાષ્ટ્રમાં પૂનમ મહાજન ઉપરાંત બીજું કોણ-કોણ બન્યું જાયન્ટ કિલર?

આ વખતની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી BJPના સ્વર્ગીય લીડર પ્રમોદ મહાજનની પુત્રી જાયન્ટ કિલર સાબિત થઈ હતી.
તેણે મુંબઈ-નૉર્થ સેન્ટ્રલની બેઠક પર કૉન્ગ્રેસની બે વખત સંસદસભ્ય રહી ચૂકેલી પ્રિયા દત્તને હરાવી દીધી હતી. શિવસેનાના ઉમેદવાર હેમંત ગોડસેએ NCPના મોટા માથા ગણાતા છગન ભુજબળને તેમનાથી લગભગ ૨૦ ટકાથી પણ વધારે મત લઈને હરાવી દીધા હતા. સોલાપુરમાં BJPના શરદ બનસોડેએ હોમ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેને હરાવી દીધા છે. BJPના સંજયકાકા પાટીલ બીજા જાયન્ટ કિલર સાબિત થયા હતા. તેમણે સાંગલીથી યુનિયન મિનિસ્ટર પ્રતીક પાટીલને હરાવી દીધા છે. તો ભંડારા-ગોંડિયામાંથી BJPના ઉમેદવાર નાના પટોલેએ NCPના નેતા અને યુનિયન મિનિસ્ટર પ્રફુલ પટેલને હરાવીને અપસેટ સજ્ર્યો હતો. BJPનાં હીના ગાવિતે નંદુરબારની બેઠક પરથી કૉન્ગ્રેસના નવ ટર્મથી સંસદસભ્ય રહેલા માણિકરાવ ગાવિતને હરાવી દીધા હતા. મરાઠાવાડ જિલ્લાના ઉસ્માનાબાદની બેઠક પરથી શિવસેનાના રવીન્દ્ર ગાયકવાડે NCPના સિનિયર નેતા પદમસિંહ પાટીલને હરાવી દીધા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK