દિલ્હીમાં નમો ઇન, મનમોહન આઉટ : અડવાણીએ ગળે લગાવી સ્વાગત કર્યુ

સામાન્ય ચૂંટણીઓમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. તો બીજી બાજુ વડાપ્રધાન મનમોહન સિંહે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને સમર્પિત કર્યું છે.
દિલ્હી, 17 મે 2014

નરેન્દ્ર મોદી અહીં આઈજીઆઈ એરપોર્ટ પરથી ભવ્ય રોડ શો(વિજય યાત્રા) કરીને ભાજપના હેડ ક્વાર્ટરમાં યોજાનારી સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા.

એરપોર્ટથી બીજેપી હેડ ક્વાર્ટર સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં ડઝનથી વધુ ગાડીઓનો કાફલો હતો.એરપોર્ટ પર એન્ટ્રી થતાં જ બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહ તેના આગમનને વધાવવા માટે હાજર હતાં. તેમજ સુષ્મા સ્વરાજ હેડક્વાર્ટ પર આવી પહોંચ્યા હતાં.
 
મોદીએ બીજેપી કાર્યાલય પહોંચીને સૌ કોઈનો આભાર માન્યો હતો.તેમણે આ વિજયના સૌથી પહેલા હક્કદારો સવાસો કરોડ દેશવાસીઓને ગણાવ્યા હતાં.મોદીએ આ વિજયનો યશ મોદીના ખાતામાં નહીં પણ બીજેપી કાર્યકરોના પરિશ્રમનું પરિણામ છે.સાથે સાથે તેમણે દિલ્હીની સાતે સાત બેઠક ભાજપને આપવા માટે દિલ્હીવાસીઓનો આભાર માન્યો હતો.માત્ર એટલુ જ નહીં આ વિજયને શહીદ કાર્યકરોનો વિજય પણ ગણાવ્યો હતો.ત્યાર બાદ પક્ષની સંસદીય દળની બેઠક શરૂ થઈ હતી.આ સમયે મોદી અડવાણીને પગે પડ્યા હતાં પરંતુ તેના આ રાજકીય ગુરૂએ મોદીને ગળે લગાવી લીધા હતાં.

જ્યારે બીજી બાજુ આજે વડાપ્રધાન મનમોહન સિંહે પોતાનું રાજીનામું આપીને દેશની જનતાને પોતાની વિદાય સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે 10 વર્ષ સુધી મને દેશની સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ હું ગર્વ અનુભવું છું. મારું જીવન ખૂલી કિતાબ જેવું છે અને દેશની જનતાના પ્રેમ અને શ્રદ્ધા બદલ હું તેમનો આભારી છું.

મનમોહન સિંહે પોતાનું રાજીનામું ત્યાર બાદ રાષ્ટ્રપતિને સમર્પિત કર્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK