અચ્છે દિન આનેવાલે હૈં : અભૂતપૂર્વ વિજય મેળવ્યા પછી નરેન્દ્ર મોદીનો સંદેશ

BJPને એકલા હાથે ૨૮૩ બેઠક સાથે અપાવી અભૂતપૂર્વ સ્પષ્ટ બહુમતી, NDAનો સ્કોર ૩૩૭: કૉન્ગ્રેસનો આજ સુધીનો સૌથી ભૂંડો પરાજય, મળી માત્ર ૪૩ સીટ : AAPનો પણ સફાયો
અમદાવાદ: પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી લડીને વડોદરામાંથી ૫,૭૦,૧૨૮ મતોના માર્જિનથી રેકૉર્ડ-બ્રેક વિજય મેળવ્યા બાદ પહેલી વાર જાહેર સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વડોદરાવાસીઓને હિન્દીમાં પૂછ્યું કે આજ કા દિન કૈસા લગ રહા હૈ? ત્યાર પછી તેમણે ‘અચ્છે દિન’ એટલું બે-ત્રણ વાર બોલીને બાકીના શબ્દો ‘આનેવાલે હૈં’ પબ્લિક પાસેથી બોલાવ્યા હતા.

વડોદરાના મતદારોએ ૫,૭૦,૧૨૮ મતોના રેકૉર્ડ-બ્રેક માર્જિનથી વિજય અપાવવા બદલ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વડોદરાના મતદારોનો આભાર માની માથું નમાવી નમન કર્યું હતું અને દેશને વિશ્વાસ અપાવ્યો હતો કે ‘સબકા સાથ, સબકા વિકાસ’ એ જ અમારો કામનો મંત્ર રહેશે. ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર જાહેરમાં બોલતાં નરેન્દ્ર મોદીએ વડોદરામાં જાહેર જનતાનું અભિવાદન કરતાં કહ્યું કે હું અહીં ખાસ કરીને આપ બધાનું અભિવાદન કરવા અને આભાર માનવા માટે આવ્યો છુંં.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આ ચૂંટણીમાં ગુજરાતે અદ્ભુત રેકૉર્ડ કર્યો છે. ૨૬માંથી ૨૬. પહેલાં આમ બોલતા તો કેટલાક મજાક ઉડાવતા હતા. જો ૨૬માંથી ૨૫ બેઠકો આવત તો અમારી ધોલાઈ થઈ જાત, પણ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું જેણે ૨૬માંથી ૨૬ બેઠકો BJPને આપી.’


ગઈ કાલે વડોદરામાં વિજયસભાને સંબોધિત કરવા પહોંચેલા નરેન્દ્ર મોદીએ સૌપહેલાં જનતાને નમન કર્યું હતું.


નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘હિન્દુસ્તાનના ઇતિહાસમાં શુદ્ધ રૂપથી કૉન્ગ્રેસ સિવાય કોઈ એક પાર્ટીની સ્પષ્ટ સરકાર બની હોય એવું પહેલી વાર બન્યું છે. હિન્દુસ્તાનને આગળ લઈ જવાનું છે. દેશવાસીઓનાં સપનાં પૂરાં કરવા પરિશ્રમની પરાકાષ્ઠા કરવાની છે.

ભારત જીતી ગયું, સારા દિવસો આવી રહ્યા છે : મોદી

ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ પોતાનું પહેલું રીઍક્શન આપતાં નરેન્દ્ર મોદીએ સોશ્યલ મેસેજિંગ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું, ‘ઇન્ડિયા હૅઝ વન. ભારત કી વિજય. અચ્છે દિન આનેવાલે હૈં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK