નરેન્દ્ર મોદી : સંઘર્ષમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધીની સફર

દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સ્વતંત્ર ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલનાં નામ ઇતિહાસમાં અમર થયા બાદ રાજકીય ક્ષેત્રે હવે ગુજરાતની ધરતીનો વધુ એક પનોતો પુત્ર નરેન્દ્ર મોદી જનતા જનાર્દનના આર્શીવાદથી દેશના વડા પ્રધાન બનવાના છે.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જેમ નરેન્દ્ર મોદી પણ સમાજ અને રાજકારણના નીંભાડામાં ખૂબ તપ્યા બાદ આજે ૬૩ વર્ષની ઉંમરે વિશ્વભરમાં તેમની વાહ-વાહ થઈ રહી છે.

આવો ઊડતી નજરે જાણીએ ભારતના ૧૪મા વડા પ્રધાન બનવા જઈ રહેલા ગુજરાતના નાથ નરેન્દ્ર મોદીને.

૧૯૫૦ની ૧૫ સપ્ટેમ્બરે મહેસાણા જિલ્લામાં વડનગરમાં ઘાંચી જ્ઞાતિના દામોદરદાસ મોદી અને હીરાબાના ઘરે જન્મ. છ સંતાનોમાં ત્રીજો નંબર.

વડનગર રેલવે-સ્ટેશન પર પિતાના ચાના સ્ટૉલ પર ચા વેચવાનો વ્યવસાય.

૧૯૬૫ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે સૈનિકોની સેવા કરી.

ગામમાં જ શિક્ષણ અને ૧૩ વર્ષની ઉંમરે જશોદાબહેન સાથે વિવાહ. જોકે તેઓ લગ્ન બાદ ત્રણ મહિના જ સાથે રહ્યાં. પછી ય્લ્લ્માં જોડાયા અને શિસ્તબદ્ધ તાલીમ પછી આજીવન કુંવારા રહેવાનો નર્ણિય અને ઘરેથી નીકળી ગયા.

તેમણે બે વર્ષ દેશમાં પ્રવાસ કર્યો અને હિમાલયમાં પણ ગયા અને અનેક સાધુઓના સંપર્કમાં આવ્યા.

સાધુ જેવું જીવન જીવવા લાગ્યા અને જીવનની જરૂરિયાતો પણ મર્યાદિત રાખી.

તેમની ઑર્ગેનાઇઝિંગ સ્કિલને કારણે ૧૯૭૦માં ય્લ્લ્ના પ્રચારક બન્યા અને પછી ૧૯૮૫માં તેમને BJPમાં મોકલવામાં આવ્યા.

૧૯૮૫માં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ સાથે ગુજરાતમાં BJPનું કામ સંભાળ્યું અને કૉર્પોરેશનમાં BJPને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

૧૯૮૮માં તેમને ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી બનાવવામાં આવ્યા અને પછી ૧૯૯૫માં ગુજરાતમાં પહેલી BJPની સરકાર સ્થાપવામાં સિંહફાળો આપ્યો.

૧૯૯૮માં તેમને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા અને હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં BJPના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા.

આ દરમ્યાન તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી.

૨૦૦૧માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો અને ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલની નાદુરસ્ત તબિયત અને ભૂકંપ પુનર્વસન કામ માટે ૨૦૦૧ની સાતમી ઑક્ટોબરે તેમને ગુજરાતના ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા.

૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા કારસેવકોને જીવતા સળગાવી દેવાના કિસ્સા બાદ ગુજરાતમાં કોમી રમખાણો થયાં અને તેમના પર એને કન્ટ્રોલમાં નહીં લેવાનો અને મૌત કા સૌદાગર હોવાનો આરોપ મુકાયો. જોકે સુપ્રીમ ર્કોટે રચેલી તપાસસમિતિએ પણ તેમને આ કેસમાં ક્લીન ચિટ આપી દીધી છે.

ચાર વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને ૨૦૧૩ના સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી દ્વારા તેમને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. નવ મહિનામાં તેમણે પાર્ટીમાં ચેતના ફૂંકી અને ૧૦ વર્ષ સત્તા ભોગવનારી કૉન્ગ્રેસની સરકારને હરાવી દીધી.

અત્યાર સુધીના સ્વતંત્ર ભારતના વડા પ્રધાનો, તેમનો સત્તાકાળ અને સમય


નામ

સત્તાકાળ

કેટલો સમય

૧) જવાહરલાલ નેહરુ

૧૫ ઑગસ્ટ ૧૯૪૭થી ૨૭ મે ૧૯૬૪

 ૧૭ વર્ષ

** ગુલઝારીલાલ નંદા

૨૭ મે ૧૯૬૪થી ૯ જૂન ૧૯૬૪

૧૪ દિવસ

૨) લાલ બહાદુર શાસ્ત્રી

૯ જૂન ૧૯૬૪થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૬

દોઢ વર્ષ

** ગુલઝારીલાલ નંદા

૧૧ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ જાન્યુઆરી ૧૯૬૬

૧૪ દિવસ

૩) ઇન્દિરા ગાંધી

૨૪ જાન્યુઆરી ૧૯૬૬થી ૨૪ માર્ચ ૧૯૭૭

 ૧૧ વર્ષ

૪) મોરારજી દેસાઈ

૨૪ માર્ચ ૧૯૭૭થી ૨૮ જુલાઈ ૧૯૭૯          

  અઢી વર્ષ

૫) ચરણ સિંહ

૨૮ જુલાઈ ૧૯૭૯થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦   

 છ મહિના

   ઇન્દિરા ગાંધી

 ૧૪ જાન્યુઆરી ૧૯૮૦થી ૩૧ ઑક્ટોબર ૧૯૮૪

  પાંચ વર્ષ

૬) રાજીવ ગાંધી

૩૧ ઑક્ટોબર ૧૯૮૪થી ૧ ડિસેમ્બર ૧૯૮૯ 

    પાંચ વર્ષ

૭) વિશ્વનાથ પ્રતાપ સિંહ

૨ ડિસેમ્બર ૧૯૮૯થી ૧૦ નવેમ્બર ૧૯૯૦     

   ૧ વર્ષ

૮) ચંદ્ર શેખર

૧૦ નવેમ્બર ૧૯૯૦થી ૨૧ જૂન ૧૯૯૧       

     ૬ મહિના

૯) નરસિંહ રાવ

૨૧ જૂન ૧૯૯૧થી ૧૬ મે ૧૯૯૬           

      પાંચ વર્ષ

૧૦) અટલ બિહારી વાજપેયી

૧૬ મે ૧૯૯૬થી ૧ જૂન ૧૯૯૬               

     ૧૩ દિવસ

૧૧) દેવ ગોવડા               

૧ જૂન ૧૯૯૬થી ૨૧ એપ્રિલ ૧૯૯૭         

        એક વર્ષ

૧૨) ઇન્દર કુમાર ગુજરાલ     

૨૧ એપ્રિલ ૧૯૯૭થી ૧૯ માર્ચ ૧૯૯૮         

     એક વર્ષ      

અટલ બિહારી વાજપેયી    

૧૯ માર્ચ ૧૯૯૮થી ૧૩ ઑક્ટોબર ૧૯૯૯    

    ૧૩ મહિના

અટલ બિહારી વાજપેયી   

૧૩ ઑક્ટોબર ૧૯૯૯થી ૨૨ મે ૨૦૦૪      

     પાંચ વર્ષ

૧૩) ડૉ. મનમોહન સિંહ    

૨૨ મે ૨૦૦૪થી ૧૬ મે ૨૦૧૪               

    ૧૦ વર્ષ

** જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ બે વખત ૧૪-૧૪ દિવસ માટે ગુલઝારીલાલ નંદા ઇન્ટરિમ પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK