અબુ આઝમી કહે છે કે મોદીની સભામાં હોય છે ડુપ્લિકેટ મુસ્લિમો

સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસિમ આઝમીએ ગઈ કાલે કહ્યું હતું કે, ‘BJP મુસલમાનો પ્રત્યે હંમેશાં ક્રૂર રહી છે અને તેણે મુસ્લિમોને હંમેશાં અન્યાય કર્યો છે. તો પછી સાચો મુસલમાન BJPને મત કઈ રીતે આપી શકે?’




આઝમીએ ઉમેર્યું હતું કે, ‘મુસલમાનો BJPમાં જોડાઈ રહ્યા હોવાની વાતો ખોટી છે. નરેન્દ્ર મોદીની જાહેર સભાઓમાં બુરખાધારી મહિલાઓ અને મુસ્લિમો જેવી ટોપી પહેરેલા દાઢીવાળા પુરુષોને સ્ટેજ પર બેસાડવામાં આવે છે. એનાથી એવી છાપ ઊભી થાય છે કે મુસ્લિમો BJPને ટેકો આપી રહ્યા છે. હકીકતમાં એ ડુપ્લિકેટ મુસ્લિમો હોય છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK