વારાણસી દર્શને ગઈ હતી, રાજકારણ રમવા નહીં : પ્રિતી ઝિંટા

અરવિંદ કેજરીવાલને નબળા ઉમેદવાર કહ્યા એટલે કન્ટ્રોવર્સી થઈ પછી પ્રીતિ ઝિન્ટાએ ચોખવટ કરવી પડી

દેવદર્શનમાં પણ વિવાદ : પ્રીતિ ઝિન્ટા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને બહાર આવી પછી પત્રકારોએ તેને ઘેરી લીધી હતી.હિન્દી ફિલ્મની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ કન્ટ્રોવર્સી સર્જાયા પછી ટ્વિટર મારફતે ચોખવટ કરી છે કે હું મારી મમ્મી સાથે વારાણસીમાં દેવદર્શન કરવા ગઈ હતી, રાજકારણ રમવા નહીં.

પ્રીતિ તાજેતરમાં તેની મમ્મી સાથે વારાણસીના કાશી વિશ્વનાથ મંંદિરમાં દર્શન કરવા ગઈ હતી. એ વખતે કેટલાક પત્રકારોએ તેને નરેન્દ્ર મોદી તથા અરવિંદ કેજરીવાલ બાબતે સવાલ કર્યા હતા એના પ્રીતિએ જે જવાબ આપ્યા એને લઈને થોડી જ વારમાં ઇન્ટરનેટ પર જાતજાતની સ્ટોરી વહેતી થઈ હતી.

પ્રીતિના જવાબો પરથી એવી છાપ ઊભી થઈ હતી કે તે નરેન્દ્ર મોદીને ટેકો આપે છે. આ મુદ્દે ચોખવટ કરતાં પ્રીતિએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ‘હું મિસ્ટર મોદીની ફૅન છું અને તેમનો બહુ આદર કરું છું. હું ઇચ્છું છું કે તેઓ વિજેતા બને. બધા તેમનાં વખાણ કરે છે.’

પ્રીતિએ એમ પણ કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલ પાસે દિલ છે અને એ યોગ્ય જગ્યાએ છે. આપણે એવો રાજકીય પક્ષ જોઈએ જે દેશમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને લોકોને જાગ્રત કરી શકે.’

પ્રીતિએ એમ પણ જણાવ્યું હતું કે ‘વારાણસી હું કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કરવા ગઈ નહોતી. મને મારા નિવેદન માટે કોઈએ પૈસા પણ આપ્યા નથી. આ મારો અંગત મત છે અને મારો અભિપ્રાય બિકાઉ નથી. મેં યુવાનોને કહ્યું છે કે મતદાન કરો, કારણ કે ઉપવાસ કરવાથી કે ૧૦૦ મીણબત્તી સળગાવવા કરતાં દેશ માટે મતદાન વધારે ઉપયોગી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK