પ્રતિષ્ઠિત કબીર મઠની ચેતવણી : નરેન્દ્ર મોદી વારાણસીમાં કોમી સૌહાર્દ બગાડશે

પુરીના અને દ્વારિકાના શંકરાચાર્ય પછી હવે સંત વિવેકદાસ પણ મોદીના વિરોધના સરઘસમાં જોડાયાવારાણસીની લોકસભા બેઠક માટેનો જંગ ગરમી પકડી રહ્યો છે ત્યારે અહીંના વિખ્યાત કબીર મઠના અધિપતિએ કહ્યું છે કે ‘નરેન્દ્ર મોદી વિભાજનવાદી છે અને તેઓ મંદિરોની આ નગરીની સૌહાર્દપૂર્ણ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા નથી. તેમણે ચેતવણી આપી હતી કે સદીઓથી અહીં હિન્દુઓ તથા મુસ્લિમો વચ્ચે સૌહાર્દ છે એ મોદીના અહીંથી ચૂંટણી લડવાને કારણે બગડવાની સંભાવના છે.’

કબીરચૌરા મઠ ટ્રસ્ટના અધિપતિ સંત વિવેકદાસ આચાર્યએ ગઈ કાલે એમ પણ કહ્યું હતું કે ‘મોદી વારાણસીને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે પ્રસ્તુત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારનું સંકુચિત વલણ નિંદનીય છે. વારાણસીને હિન્દુ પરંપરાનું કેન્દ્ર ગણાવીને મોદી રાજકીય લાભ લેવા મથી રહ્યા છે. હાલની રાજકીય વાતાવરણની શહેરના આત્મા તથા ઓળખ પર લાંબા સમય સુધી અસર રહેશે.’

પંદરમી સદીમાં થઈ ગયેલા સંત કબીરના જન્મસ્થાન કબીર ચૌરા મઠને કબીરપંથીઓ સૌથી વધુ પવિત્ર સ્થાન ગણે છે. એના અધિપતિએ કરેલી મોદીની ટીકાને સૂચક માનવામાં આવે છે. પુરીના શંકરાચાર્ય અધોક્ષજાનંદ દેવર્તીથ અને દ્વારિકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ મોદીના વારાણસીથી ચૂંટણી લડવાનો વિરોધ કરી ચૂક્યા છે. બન્ને શંકરાચાર્ય તો મોદીના વિરોધમાં પ્રચાર કરવા બનારસ પણ જવાના છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK