ભત્રીજી સામે કાકાએ પહેલેથી જ હાર માની : હું ૨૦,૦૦૦ મતે હારું છું એ નક્કી છે

કૉન્ગ્રેસની રણનીતિથી ખફા થઈને પાર્ટીના જામનગરના ઉમેદવાર ને વર્તમાન સંસદસભ્ય વિક્રમ માડમે પોતાની હારની જાહેરાત રિઝલ્ટના પંદર દિવસ પહેલાં જ કરી નાખી
જામનગર જિલ્લાની લોકસભાની બેઠક પર કૉન્ગ્રેસે વિક્રમ માડમને તો BJPએ વિક્રમ માડમની સગી ભત્રીજી પૂનમ માડમને ટિકિટ આપી હતી. કટોકટીના આ જંગ પછી બુધવારે મતદાન પૂરું થયાની મોડી રાતે વિક્રમ માડમે પોતાના કાર્યકરોનો આભાર માનતાં એવું જાહેર કરી દીધું હતું કે આ વખતે તે ૨૦,૦૦૦ મતથી હારી રહ્યા છે એટલે કોઈએ રિઝલ્ટના દિવસે બહુ અફસોસ કરવો નહીં. વિક્રમ માડમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે ગ્થ્ભ્ની વેવ ચાલતી હતી અને છેલ્લા દિવસોમાં નેતાની (નરેન્દ્ર મોદીની) જાહેર સભા પછી ફરીથી આખું પિક્ચર બદલાયું એ જોતાં મને અણસાર આવી ગયો છે કે મારી હાર નિિત છે. ગઈ ટર્મમાં મેં જ જાહેરાત કરી હતી કે હું ૨૫,૦૦૦ મતથી જીતું છું અને મને ૨૫,૦૦૯ મતની લીડ મળી તો આ વખતે પણ મને જે અણસાર આવ્યો હોય એ મારે કહેવો જોઈએ.’

હકીકત એવી છે કે વિક્રમ માડમ અત્યારે કૉન્ગ્રેસથી નારાજ છે. છેલ્લા દિવસોમાં નરેન્દ્ર મોદીએ ગ્થ્ભ્ની ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં જામનગરમાં જાહેર સભા કરી હતી. આ જાહેર સભા સમયે વિક્રમ માડમે પણ કૉન્ગ્રેસની કોર કમિટી પાસે સોનિયા ગાંધીની જાહેર સભા કે રાહુલ ગાંધીના રોડ-શોની ડિમાન્ડ કરી હતી, પણ પાર્ટીએ સર્પોટ નહીં કરતાં વિક્રમ માડમ પાર્ટીના આ વર્તનથી નારાજ હતા. વિક્રમ માડમ એ વિશે વાત કરવા તૈયાર નથી, પણ તેમણે એટલું કહ્યું હતું કે જેની જીત થવાની હોય તેની જીત સ્વીકારવાની ખેલદિલી રાજનીતિમાં હોવી જોઈએ.

રિઝલ્ટના પંદર દિવસ પહેલાં કોઈ ઉમેદવાર હાર સ્વીકારી લે એવું અગાઉ ક્યારેય બન્યું નહીં હોય, પણ વિક્રમ માડમથી આની શરૂઆત થઈ છે. વિક્રમ માડમની હરીફ ઉમેદવાર અને સગી ભત્રીજી પૂનમ માડમે કાકાના આ પ્રકારના સ્ટેટમેન્ટના જવાબમાં કહ્યું હતું કે અત્યારે મોદી-વેવ છે એ હકીકત છે. જામનગરમાં જ નહીં, દરેક જગ્યાએ કૉન્ગ્રેસની હાર થવાની છે એ પણ નક્કી છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK