મોદીનો વિરોધ કરવા પુરીના શંકરાચાર્ય વારાણસી જશે

નામચીન ગુનેગાર મોદીએ પાપ કયાર઼્ છે અને કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિને મોદી ગમશે નહીં

પુરીના શંકરાચાર્ય સ્વામી અધોક્ષાજાનંદ દેવતીર્થે ગઈ કાલે કહ્યું હતું કે ‘એક નામચીન ગુનેગાર વારાણસીમાંથી ચૂંટણી લડી રહ્યો છે અને તેને ઉઘાડો પાડવા હું વારાણસી જઈશ. નરેન્દ્ર મોદીને મેં ગુજરાતનાં ૨૦૦૨નાં કોમી રમખાણો માટે દોષી ઠરાવ્યા હતા. તેમના વિરોધનો આગ્રહ હું વારાણસીના ધાર્મિક નેતાઓને કરીશ.’

શંકરાચાર્યે દાવો કર્યો હતો કે ‘મોદી વારાણસીના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે વ્યક્તિએ સત્તા પર આવવા માટે લોકોમાં ભાગલા પડાવ્યા હોય તેને ઉઘાડી પાડવી જ જોઈએ. મોદીએ પાપ કયાર઼્ છે અને કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિને મોદી ગમશે નહીં.’

શંકરાચાર્યે એમ પણ જણાવ્યું હતું કે ૨૦૦૨નાં કોમી રમખાણો પછી તેઓ જાતે ગુજરાત ગયા હતા અને પરિસ્થિતિનો જાતઅનુભવ મેળવ્યો હતો. RSS ધર્મનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરતો હોવાનો આક્ષેપ કરતાં શંકરાચાર્યે સૂચવ્યું હતું કે RSSએ સામાજિક-સાંસ્કૃતિક સંગઠન હોવાનો ડોળ કરવાને બદલે રાજકીય સંગઠન બની જવું જોઈએ.

SPના સંસદસભ્ય ચૌધરી મુન્નવર સલીમના નવી દિલ્હીસ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથેની આ વાતચીતમાં શંકરાચાર્યે ઉત્તર પ્રદેશના પ્રધાન આઝમ ખાન પર લગામ તાણવાનો આગ્રહ ચૂંટણીપંચને કર્યો હતો. 

RSS = રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, SP = સમાજવાદી પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK