લોકસભાની ચૂંટણીના પહેલા સાત તબક્કાના વોટિંગમાં મતદારોએ ભૂતકાળના રેકૉર્ડ તોડ્યા

હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં જે ૪૩૮ મતવિસ્તારોમાં મતદાન થઈ ચૂક્યું છે એમાં ભૂતકાળના તમામ રેકૉર્ડ તૂટી ચૂક્યા છે.



આ મતવિસ્તારોમાં ગઈ ચૂંટણીમાં કુલ ૫૭.૬૧ ટકા મતદાન થયું હતું. આ વખતે આ આંકડો ૬૬.૨૦ ટકાનો છે. કુલ ૪૪.૨૮ કરોડ મતદારોએ તેમના અધિકારનો ઉપયોગ કર્યો છે. પોસ્ટલ બૅલટ્સની ગણતરી કરવામાં આવશે એ પછી આ આંકડામાં ઔર વધારો નોંધાશે.

આ વખતે અરુણાચલ પ્રદેશ, ગોવા, મેઘાલય, સિક્કિમ, ચંડીગઢ, ઓડિશા, મણિપુર, પુદુચેરી અને તામિલનાડુ સહિતનાં દસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલાઓએ રેકૉર્ડ પ્રમાણમાં મતદાન કર્યું હતું. દસ રાજ્યોમાંની બાકીની ૧૦૫ બેઠકો માટે સાતમી અને બારમી મેના રોજ મતદાન થવાનું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK