ચેતેશ્વર પુજારા વોટિંગ માટે ૧૪ કલાકનું ટ્રાવેલિંગ કરીને આવ્યો

દુબઈથી મુંબઈ અને મુંબઈથી રાજકોટ આવ્યો




ટીમ ઇન્ડિયાના નવી વૉલ તરીકે ઓળખાતા બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાએ અગાઉ ક્યારેય મતદાન નહોતું કર્યું, પણ ગઈ કાલે રાજકોટમાં થયેલા લોકસભાના મતદાન માટે તે છેક દુબઈથી રાજકોટ આવ્યો હતો અને સવારના સાડાનવ વાગ્યામાં મતદાન કરવા માટે પહોંચી ગયો હતો. ચેતેશ્વરે કહ્યું હતું કે ‘મતદાન જરૂરી છે એ વાત સમજાયા પછી પણ મતદાન ન કરું તો એ યોગ્ય ન કહેવાય. મતદાન માટે મારે ટ્રાવેલિંગ કરવાનું હતું અને લકીલી મારી મૅચ પણ નહોતી, પણ જો મૅચ હોત તો પણ વોટિંગ માટે આવવાની પરમિશન પહેલાંથી મૅનેજર પાસેથી લઈ રાખી હતી.’

અત્યારે IPLમાં બિઝી એવા ચેતેશ્વરે એક મત માટે દુબઈ-મુંબઈ-રાજકોટ જર્ની કરવી પડી હતી. મતદાન કર્યા પછી ચેતેશ્વર તરત બપોરે રાજકોટથી મુંબઈ આવવા માટે નીકળી ગયો હતો અને મુંબઈથી દુબઈની ફ્લાઇટ પકડીને ફરીથી ટીમ સાથે જૉઇન થઈ ગયો હતો.

ચેતેશ્વર પુજારા સાથે તેની વાઇફ પૂજા અને પપ્પા-કમ-કોચ એવા અરવિંદ પુજારા પણ આવ્યા હતા. મતદાન વિશે જાગૃતિ માટે કરવામાં આવતા કૅમ્પેનમાં આ વષ્ોર્ ઇલેક્શન કમિશને ચેતેશ્વર પુજારાને બ્રૅન્ડ-ઍમ્બેસેડર પણ બનાવ્યો છે. એ કૅમ્પેનના ભાગરૂપે ચેતેશ્વરે ત્રણ ઍડ ફિલ્મ પણ કરી હતી.

IPL = ઇન્ડિયન પ્રીમિયર લીગ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK