સાતમા તબક્કામાં ૮૫ ટકા મતદાન સાથે દાદરા-નગર હવેલી મોખરે

સાત રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ગઈ કાલે યોજાયું હતું. પંજાબ અને અન્યત્ર થયેલી હિંસાની છૂટક ઘટનાઓને બાદ કરતાં કુલ ૮૯ બેઠકો માટેનું મતદાન મોટે ભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું.

ગઈ કાલે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે રેકૉર્ડસર્જક ૬૨ ટકા મતદાન થયું હતું. પંજાબની ૧૩ બેઠકો માટે ૭૩ ટકા, બિહારની સાત બેઠકો માટે ૬૦ ટકા, જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક માટે ૨૫.૬૨ ટકા, દાદરા તથા નગર હવેલીની બેઠક માટે ૮૫ ટકા અને દમણ-દીવની બેઠક માટે ૭૬ ટકા મતદાન થયું હતું.

નવા રચાયેલા તેલંગણા રાજ્યની ૧૭ લોકસભા બેઠકો માટે ૭૦ ટકા મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો માટે ૫૭.૧૦ ટકા અને પિમ બંગની ૯ બેઠકો માટે ૮૧.૩૫ ટકા મતદાન થયું હતું.

ગઈ કાલના તબક્કા સાથે હવે દેશમાં કુલ ૫૪૩ પૈકીની ૪૩૮ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે. બાકીની ૧૦૫ પૈકીની ૬૪ બેઠકો માટે સાતમી મેના રોજ અને ૪૧ બેઠકો માટે બારમી મેના રોજ મતદાન થશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK