મોદી વડા પ્રધાન બનશે : કેશુભાઈ

કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચે મતભેદ અને મનભેદ છે એ જગજાહેર છે અને આ જ કારણે બન્ïને એકબીજા વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા તૈયાર નથી થતા.
પરંતુ ગઈ કાલે કેશુભાઈએ પહેલી વાર નરેન્દ્ર મોદીની તરફેણમાં વાત કરી હતી અને કહ્યું હતું કે ‘અત્યારનું જે વાતાવરણ છે એ જોતાં મને લાગે છે કે BJPને સવાબસ્સો જેટલી સીટ મળશે અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે. કૉન્ગ્રેસના વડપણ હેઠળની UPA સરકારથી લોકો હવે ત્રાસી ગયા છે. BJPની સરકારમાં મોદી સુખાકારી આપશે એવું હું માનું છું.’

કેશુભાઈ પટેલે એ પણ સ્વીકાર્યું હતું કે મનથી તે આજે પણ BJPના શુભચિંતક છે, પણ નાદુરસ્ત તબિયતને કારણે હવે તે સક્રિય રાજકારણથી દૂર રહેવા માગે છે. કેશુભાઈએ કહ્યું હતું કે ઉંમર થઈ એટલે હવે બહુબધી વાતોમાં ધ્યાન નથી આપી શકાતું, પણ માતૃસંસ્થા માટેની શુભેચ્છા તો આજે પણ અકબંધ જ હોય.

મતદાન માટે પોતે દસ વાગ્યે બૂથ પર જશે એવું કેશુભાઈએ પ્રેસમાં કહેવડાવ્યું હતું, પણ તેમણે સવારના સાત વાગ્યામાં મતદાન કરી લેતાં પત્રકારો પહોંચી નહોતા શક્યા. કેશુભાઈ મતદાન પછી સીધા વિસાવદર જવા માટે રવાના થઈ ગયા હતા. વિસાવદર વિધાનસભાની બેઠક કેશુભાઈએ ખાલી કરી એ પછી આ બેઠક પરથી BJPએ કેશુભાઈના દીકરા ભરત પટેલને ટિકિટ આપી હતી. વિસાવદરમાં પણ ગઈ કાલે જ મતદાન હતું.

UPA = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK