મોદી બ્રૅન્ડ : મોદીના નામે અનોખી વસ્તુઓનું પ્રદર્શન

મોદીના આકારની પેન ડ્રાઇવ, તેમના પર ઍનિમેશન ફિલ્મ, તેમના પર થીમ સૉન્ગ, તેમના પર કૉફી-ટેબલ બુક અને તેમનાં વિશેનાં પુસ્તકોનું પ્રદર્શન
ગઈ કાલે અમદાવાદમાં અનોખું આશ્ચર્ય સર્જાયું હતું. પહેલી નજરે જોતાંવેંત સૌ કોઈ હાથમાં પકડી લે એવી નરેન્દ્ર મોદીના આકારની હૅન્ડિક્રાફ્ટ પેન ડ્રાઇવ ગુજરાત ગૌરવ ફૅન ક્લબે લૉન્ચ કરી હતી. મોદીની આ અનોખી પેન ડ્રાઇવ જોઈને સૌ કોઈ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.

અમદાવાદમાં ગુજરાત ગૌરવ ફૅન કલબે કોટી-ઝભ્ભો પહેરેલા નરેન્દ્ર મોદીની ફુલ-લેન્ગ્થ આકારની હૅન્ડિક્રાફ્ટ પેન ડ્રાઇવ ગઈ કાલે લૉન્ચ કરી હતી. કદાચ રાજકારણના ઇતિહાસમાં કોઈ પણ નેતાની આ રીતે પેન ડ્રાઇવ હજી સુધી લૉન્ચ થઈ નથી. ગુજરાત ગૌરવ ફૅન ક્લબે આવી પાંચ હજાર પેન ડ્રાઇવ બનાવી છે. આ પેન ડ્રાઇવમાં નરેન્દ્ર મોદીની નવ સ્પીચ છે અને આ પેન ડ્રાઇવ યંગસ્ટર્સને તેમ જ ઓળખીતાઓને આપવામાં આવશે. આ પેન ડ્રાઇવ કમર્શિયલ રીતે વેચાણમાં મૂકવામાં હમણાં તો નહીં મુકાય.’

પેન ડ્રાઇવ ઉપરાંત ‘નરેન્દ્ર મોદી-૨૦૧૪’ નામની કૉફી-ટેબલ બુક પણ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં નરેન્દ્ર મોદીના ફોટો અને તેમના ક્વોટ્સ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી, મરાઠી, કન્નડ, મલયાલમ, તામિલ અને અંગ્રેજી ભાષામાં નરેન્દ્ર મોદી પર લખાયેલી ૧૧૨ બુક્સ એકઠી કરીને એક્ઝિબિશન કરાયું છે; જેમાં ખુદ નરેન્દ્ર મોદીએ લખેલાં પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત ગૌરવ ફૅન ક્લબના યંગસ્ટર્સે ‘નેશન ઇન મોશન’ના નામે નરેન્દ્ર મોદીની ઍનિમેશન ફિલ્મ પણ બનાવી છે જેમાં મોદીને સુપરમૅન બતાવ્યા છે. અમદાવાદની યંગસ્ટર વૈશાલી શાહે મેઘધનુષ બૅન્ડ સાથે મળીને નરેન્દ્ર મોદી માટે થીમ સૉન્ગ ‘જાગા ઔર જગાયા... એક બાર જબ ચારોં ઓર અંધેરા છાયા...’ બનાવી રજૂ કર્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK