પ્રિયંકાનો ખોંખારો: મારા ધણીની ટીકાથી દુ:ખ થાય છે, પણ હું વળતો ફટકો મારીશ

પ્રિયંકા ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે મારા પતિ રૉબર્ટ વાડ્રાને રાજકીય કારણોસર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ જેટલા વિરોધીઓ વધશે એટલો મારો વળતો જવાબ આપવાનો નર્ધિર પણ દૃઢ બનશે.

મારા પતિ વિશેના સત્યનો અંતે જય થશે એમ જણાવતાં મમ્મી સોનિયા ગાંધીના રાયબરેલી મતવિસ્તારમાં પ્રચાર કરી રહેલી પ્રિયંકાએ કહ્યું હતું કે ‘વિકાસના મુદ્દા પરથી લોકોનું ધ્યાન અર્થહીન મુદ્દાઓ પર આકર્ષિત કરવા માટે BJP દ્વારા વાડ્રાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટેલિવિઝન પર મારા પરિવાર વિશે આકરાં વેણ બોલવામાં આવી રહ્યાં છે. મારા પતિ વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. મને એનું દુ:ખ થાય છે. હું મારાં બાળકોને રોજ કહું છું કે અંતે સત્યનો જય થશે. વળતો ફટકો કેમ મારવો એ હું મારાં દાદીમા ઇન્દિરા ગાંધી પાસેથી શીખી છું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK