કોમી લાગણી ઉશ્કેરતું ભાષણ આપવા બદલ તોગડિયા સામે ભાવનગરમાં ફરિયાદ નોંધાઈ

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા સામે કોમી લાગણી ઉશ્કેરવા બદલ ભાવનગરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરમાં મેઘાણી સર્કલ નજીકના હિન્દુઓના બાહુલ્યવાળા વિસ્તારમાં એક મુસ્લિમે ખરીદેલાં મકાન બળજબરીથી પચાવી પાડવાનો આગ્રહ સ્થાનિક સોસાયટીના રહેવાસીઓને શનિવારે કરીને ચૂંટણીપંચના જાહેરનામાની વિવિધ કલમોના ઉલ્લંઘન બદલ તોગડિયા સામે આ કેસ નોંધાયો છે.

તોગડિયા સામે પગલાં લેવાં અને તેમની સામે લેવામાં આવેલાં પગલાંનો રિપોર્ટ જેટલો બને એટલો વહેલો મોકલી આપવાનો આદેશ ચૂંટણીપંચે સ્થાનિક વહીવટીતંત્રને આપ્યો છે. ભાવનગર પોલીસે આ સંબંધે સોમવારે તપાસ હાથ ધરી હતી. તોગડિયાએ તેમની સામેના આરોપોને દુષ્ટ હેતુસરના ગણાવ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK