પુરુષોત્તમ સોલંકીના ચૉપરમાંથી ૧.૭૫ લાખ રોકડા જપ્ત

ગુજરાતના ફિશરીઝ પ્રધાન પુરુષોત્તમ સોલંકીના ચૉપરમાંથી રાજકોટ જિલ્લા વહીવટીતંત્રે ગઈ કાલે પોણાબે લાખ રૂપિયા રોકડા જપ્ïત કર્યા હતા.



રાજકોટ લોકસભા બેઠકના BJPના ઉમેદવાર મોહન કૂંડારિયાના પ્રચાર માટે ગઈ કાલે સોલંકી જસદણ ગયા હતા. તેમનું ચૉપર વીંછિયા રોડ પાસે લૅન્ડ થયું ત્યારે એમાં તપાસ કરવામાં આવતાં એમાંથી પોણાબે લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. નાણાં જપ્ïત કરીને આ બાબતની જાણ ચૂંટણીપંચને કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ચૂંટણીપંચના નિયમ અનુસાર રાજકીય નેતાઓ એક લાખ રૂપિયાથી વધારેની રોકડ તેમની સાથે નથી રાખી શકતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK