મુંબઈની પાડોશી બેઠકો પર કોની ફાઇટ?

જુઓ મુંબઈની પાડોશી બેઠકો પર કયા ઉમેદવારો ઇલેક્શન લડી રહ્યાં છે અને તેમના વિશે વધુ માહિતીથાણે


વિધાનસભા મતદારસંઘો : મીરા-ભાઈંદર, ઓવળા-માજીવાડા, થાણે , કોપરી-પાચપાખાડી, ઐરોલી, બેલાપુર

કુલ મતદાર : ૧૮.૩૪ લાખ, પુરુષ : ૧૦.૯૯ લાખ, મહિલા : ૭.૩૫ લાખ

૨૦૦૯નું પરિણામ : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સંજીવ નાઈકે શિવસેનાના વિજય ચૌગુલેને ૪૯,૦૨૦  મતથી પરાજય આપ્યો હતો.

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. સંજીવ નાઈક : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

૨. રાજન વિચારે : શિવસેના

૩. અભિજિત પાનસે : MNS

૪. સંજીવ સાને : AAP

કુલ ઉમેદવાર : ૨૬

અન્ય ઉમેદવારો : ભીમરાવ કિરતાવડે (BSP), અશોક જાધવ (બહુજન મુક્તિ પાર્ટી), કમરુજ્જર્મા કુતુબઅલી મીનાઈ (પીસ પાર્ટી), ગોપીનાથ મ્હસકે (ભારિપ બહુજન મહાસંઘ), સુરેન્દ્રકુમાર જૈન (અખિલ ભારતીય જૈન સંઘ), નીતિન દેશપાંડે (ધર્મરાજ્ય પક્ષ), રાજુ ચવાણ (રિપબ્લિકન બહુજન સેના), રાજેન્દ્ર ગજભિયે (આંબેડકરાઇટ પાર્ટી ઑફ ઇન્ડિયા), બાબુસિંહ રાઠોડ (મહારાષ્ટ્ર પરિવર્તન સેના-ટી), સલમાન અજીમુલ્લાહ હસ્મી (રાષ્ટ્રીય આમ પાર્ટી), શ્રીનાથ મિથાનથાયા (હિન્દુસ્થાન જનતા પાર્ટી), અભય કુલકર્ણી (અપક્ષ), ત્રિલોકી યાદવ (અપક્ષ), નજાકતઅલી કબીર અન્સારી (અપક્ષ), નરેન્દ્ર પ્રભાશંકર પાંડે (અપક્ષ), ભાનુદાસ ધોત્રે (અપક્ષ), રામચંદ્ર ગાવડે (અપક્ષ), વિનોદ ગંગવાલ (અપક્ષ), વિશાલ સાળવે (અપક્ષ), શફીક અહમદ સાદત ખાન (અપક્ષ),  સંજય દિલીપકુમાર દાસ (અપક્ષ), સોહનલાલ પુરોહિત (અપક્ષ)

વિશેષતા : સ્ટેટ મિનિસ્ટર ગણેશ નાઈકના દીકરા સંજીવ નાઈક છેલ્લી ચૂંટણીમાં પચાસેક હજાર વોટોથી શિવસેનાના ઉમેદવારથી જીતી ગયા હતા, પણ આ વખતે તેમને શિવસેનાના ઉમેદવાર અને થાણેના ભૂતૂપર્વ મેયર રાજન વિચારે તેમ જ એક સમયે શિવસેનામાં આદિત્ય ઠાકરેના ખાસ કહેવાતા અને હાલમાં જ MNSમાં પ્રવેશ કરનારા અભિજિત પાનસે તેમ જ AAPના સ્વચ્છ છબી ધરાવતા સોશ્યલ વર્કર સંજીવ સાનેનો સામનો કરવાનો છે. સંજીવ નાઈકને જોકે MNSના ઉમેદવાર શિવસેનાના જેટલા વોટ તોડે એટલો ફાયદો મળી શકે છે.

કલ્યાણ


વિધાનસભા મતદારસંઘો : અંબરનાથ, ઉલ્હાસનગર, ડોમ્બિવલી, કલ્યાણ (ઈસ્ટ), કલ્યાણ ગ્રામીણ અને મુમ્બþા-કલવા

કુલ મતદાર : ૧૮,૭૯,૦૦૦, પુરુષ : ૧૦,૨૨,૦૦૦, મહિલા : ૮,૫૭,૦૦૦

૨૦૦૯નું પરિણામ : શિવસેનાના આનંદ પરાંજપેએ NCPના વસંત ડાવખરેને ૨૪,૨૦૨ મતથી પરાજય આપ્યો હતો.

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. આનંદ પરાંજપે : NCP

૨. ડૉ. શ્રીકાંત શિંદે : શિવસેના

૩. પ્રમોદ (રાજુ) પાટીલ : MNS

૪. નરેશ ઠાકુર : AAP

કુલ ઉમેદવાર : ૧૮

અન્ય ઉમેદવારો : દયાનંદ કીર્તિકર (BSP), અનિલ મોરે (બહુજન મુક્તિ પાર્ટી) મોહમ્મદ હમીદ (SP), મિલિંદ બેલામકર (લોકભારતી), શામુ રામુ ભોસલે (ભારિપ બહુજન મહાસંઘ), સુધાકર શિંદે (આંબેડકરાઇટ પાર્ટી ઑફ ઇન્ડિયા), સુલોચના સોનકાંબળે (રિપબ્લિકન બહુજન સેના) અને અપક્ષ ઉમેદવારો અસ્મિતા પુરાણિક, મોહમ્મદ અહમદ ખાન, પ્રકાશ તેલગોટે, દિલીપ જોશી, ચંદ્રકાંત મોટે, શશિકાંત રસાળ, શિવા અય્યર

વિશેષતા : ૨૦૦૮માં થાણે જિલ્લાના વિભાજન બાદ નવા બનેલા કલ્યાણ મતદારસંઘમાં પહેલી વાર ચંૂટણી થઈ એમાં શિવસેનાના ઉમેદવાર આનંદ પરાંજપે ચંૂટાઈ આવ્યા હતા, પણ આ વખતે તેઓ NCPમાં જોડાઈ ગયા છે. ૨૦૦૯માં મુંબઈ સહિત અનેક સીટો પર શિવસેનાને MNS ફૅક્ટર નડ્યું હતું એમ છતાં આનંદ પરાંજપેએ જીત મેળવી હતી. MNSના ઉમેદવાર વૈશાલી દરેકર-રાણેને ૧,૦૩,૦૬૩ મત મYયા હતા. આ વખતે શિવસેનાએ ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. શ્રીકાંત શિંદેને ટિકિટ આપી છે જેમના પપ્પા એકનાથ શિંદે થાણે જિલ્લાના શિવસેના પ્રેસિડન્ટ છે. બીજી તરફ MNSના ઉમેદવાર પ્રમોદ પાટીલ આગ્રી સમાજના છે અને અહીં તેમના સમાજની ઘણી વસ્તી છે.

પાલઘર


વિધાનસભા મતદાર સંઘ : પાલઘર, દહાણુ, વિક્રમગડ, બોઇસર, વસઈ, નાલાસોપારા

કુલ મતદારો : ૧૫,૨૩,૦૬૧, પુરુષો: ૭,૮૪,૩૧૭, મહિલાઓે : ૭,૩૮,૭૪૪

૨૦૦૯નું પરિણામ : ગ્સ્ખ્ના બલિરામ જાધવે BJPના ચિંતામણ વનગાને ૧૨,૩૬૦ મતે પરાજય આપ્યો હતો.

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. બલિરામ જાધવ : ગ્સ્ખ્

૨. ચિંતામણ વનગા : BJP

૩. ખાપર્ડે લડક્યા : CPI(પ્)

૪. પાંડુરંગ પારધી : AAP

કુલ ઉમેદવાર : ૧૦

અન્ય ઉમેદવારો : શ્યામ ગવારી (BSP), દિલીપ દુમાડા (બહુજન મુક્તિ પાર્ટી),  મોહન ગુહે (ભારીપ બહુજન મહાસંઘ) અને અપક્ષ ઉમેદવારો કાશિનાથ કોકેરા, સચિન શિંગાડા અને હરિભાઉ સોમા

વિશેષતા : આ મતદાર સંઘમાં વસઈ, વિરાર, નાલાસોપારા અને બોઇસર શહેરી વિસ્તારો છે; જ્યારે દહાણુ અને પાલઘર આદિવાસી વિસ્તારો છે. કૉન્ગ્રેસ અને NCPએ ગ્સ્ખ્ને સીટ આપી છે. આ વિસ્તારમાં રાજકીય વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગ્સ્ખ્ અને કૉન્ગ્રેસ વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે એથી વિક્રમગડના વિધાનસભ્ય અને BJPના જાણીતા નેતા ચિંતામણ વનગા માટે સારી તક છે.

ભિવંડી


વિધાનસભા મતદારસંઘો : ભિવંડી (ઈસ્ટ), ભિવંડી ગ્રામીણ, ભિવંડી (વેસ્ટ), શહાપુર, કલ્યાણ (વેસ્ટ) અને મુરબાડ

કુલ મતદાર : ૧૬,૯૦,૦૦૦

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસના સુરેશ ટાવરેએ BJPના જગન્નાથ પાટીલને ૪૧,૩૬૪ મતે પરાજય આપ્યો હતો.

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. વિશ્વનાથ પાટીલ : કૉન્ગ્રેસ

૨. કપિલ પાટીલ : BJP

૩. સુરેશ મ્હાત્રે : MNS

૪. જલાલ અન્સારી : AAP

કુલ ઉમેદવાર : ૧૩

અન્ય ઉમેદવારો : અન્સારી મુમતાઝ અબ્દુલ સત્તાર (BSP), અન્સારી જાહિદ મુખ્તાર (બહુજન મુક્તિ પાર્ટી), યોગેશ કાથોરે (ભારિપ બહુજન મહાસંઘ), શાહ અબરાર અહમદ નઝીર (પીસ પાર્ટી), એન્જિનિયર નાવીદ બેતાબ (અપક્ષ), સુરેશ જાધવ (અપક્ષ), હરીશચંદ્ર પાટીલ (અપક્ષ).

વિશેષતા : આ સીટ પર રોચક મુકાબલો છે, કારણ કે કૉન્ગ્રેસ સીટ બચાવવા માગે છે. ગયા વખતે MNSના દેવરાજ મ્હાત્રેએ ૧,૦૭,૦૮૫ મત મેળવતાં BJPના જગન્નાથ પાટીલ હારી ગયા હતા. અપક્ષ તરીકે ઊભા રહીને ૭૭,૭૬૯ મત મેળવનારા વિશ્વનાથ પાટીલને આ વખતે કૉન્ગ્રેસે ટિકિટ આપી છે જ્યારે NCPછોેડીને BJPમાં આવેલા કપિલ પાટીલને BJPએ ઊભા રા

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK