મહારાષ્ટ્રના કાલના છેલ્લા તબક્કાના મતદાન વિશે જાણવા જેવું

લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ત્રીજા અને છેલ્લા તબક્કાનો પ્રચાર ગઈ કાલે પૂર્ણ થયો હતો.
મુંબઈની છ સહિત ૧૯ બેઠકોના ઉમેદવારોનું ભાવિ આશરે ૩.૧૮ કરોડ મતદારો ગુરુવારે નક્કી કરશે. આ તબક્કા માટે કુલ ૩૪,૩૪૩ મતદાનમથકો.

કુલ ૩૩૮ ઉમેદવારો પૈકી ૧૪૯ અપક્ષ અને ૨૬ મહિલાઓ. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો ઉપરાંતના રજિસ્ટર્ડ રાજકીય પક્ષોના ૧૨૧ ઉમેદવારો.

BSPના ૧૯, BJPના ૧૧, શિવસેનાના ૮, કૉન્ગ્રેસના ૧૦, NCPના ૮, MNSના ૭, CPIના ૨ અને ઘ્ભ્પ્ના ૩ ઉમેદવારો મેદાનમાં છે.

કુલ ૩,૧૭,૩૯,૪૪૨ મતદારો પૈકી ૧,૭૦,૨૦,૩૮૩ પુરુષો અને ૧,૪૬,૨૨,૭૧૩ મહિલાઓ.

નંદુરબાર, ધુળે, જળગાવ, રાવેર, દિંદોરી, નાશિક, જાલના, ઔરંગાબાદ, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, રાયગડ, મુંબઈ નૉર્થ, મુંબઈ નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ, મુંબઈ સાઉથ, મુંબઈ નૉર્થ-ઈસ્ટ અને મુંબઈ નૉર્થ-વેસ્ટ માટે મતદાન થશે.

૧૨ મતવિસ્તારો એવા છે કે જ્યાં ૧૬થી વધુ ઉમેદવારો છે.

ઔરંગાબાદમાં સૌથી વધુ ૨૭ ઉમેદવારો છે, જ્યારે નંદુરબારમાં સૌથી ઓછા નવ ઉમેદવારો છે.

૨૦,૭૨,૪૭૬ મતદારો સાથે થાણે સૌથી મોટો સંસદીય મતવિસ્તાર છે, જ્યારે ૧૪,૪૬,૯૭૯ મતદારો સાથે મુંબઈ સાઉથ સૌથી નાનો મતવિસ્તાર છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK