પુણેમાં ગુજરાતી પરિવારની ચાર પેઢીએ કર્યું સાથે મતદાન

પોતાનાં ૧૦૫ વર્ષની વયનાં પરદાદીમા કસુંબાબહેનની મતદાનની ઉત્સુકતાને કારણે વોટિંગ કરવા પ્રેરાયેલી ૨૦ વર્ષની પ્રિયલે (ડાબે) તેના દાદા અનંત શેઠ (ચશ્માંમાં) અને પિતા પંકજ શેઠ સાથે ગુરુવારે રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ આ પોઝ આપ્યો હતો.
પુણેના કલ્યાણીનગરના પૉશ રૉ-હાઉસમાં રહેતાં કસુંબાબહેન લગભગ છ મહિના પછી અને એ પણ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યાં હતાં. તેઓ ચાલી નથી શકતાં, પણ દૃઢ સંકલ્પશક્તિ વડે મતદાનમથક સુધી પહોંચ્યાં હતાં. પરદાદીનો ઉત્સાહ જોઈને પોરસાયેલી પ્રપૌત્રી પ્રિયલે તેમની સાથે જીવનમાં પ્રથમ વાર મતદાન કરીને પારિવારિક ઇતિહાસ સરજ્યો હતો. ટેક્સ્ટ : નિરંજન મેડણેકર, તસવીર : મોહન પાટીલ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK