માફી તો નહીં જ માગું : આઝમ ખાનનો હુંકાર

ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકારના પ્રધાન આઝમ ખાને ડંખીલા ભાષણ માટે માફી માગવાનો ગઈ કાલે ઇનકાર કર્યો હતો અને BJPના નેતા અમિત શાહ સામેનો ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાના ચૂંટણીપંચના નર્ણિય વિશે સવાલ ઉઠાવ્યો હતો.




ચૂંટણીપંચે અમિત શાહ પરનો પ્રતિબંધ ગુરુવારે ઉઠાવી લીધો હતો, પરંતુ આઝમ ખાન પરનો પ્રતિબંધ યથાવત્ રાખ્યો હતો. પંચના આ નર્ણિયની ઝાટકણી કાઢતાં ખાને કહ્યું હતું કે ‘પંચના આ ફેંસલા સામે હું સુપ્રીમ ર્કોટના દરવાજા ખખડાવીશ. મેં કોઈ ગુનો નથી કર્યો. ચૂંટણીપંચ એવી ગેરસમજમાં રાચી રહ્યું છે કે એની સત્તાને સર્વોચ્ચ અદાલતમાં પણ પડકારી શકાતી નથી.’

આઝમ ખાને એમ પણ કહ્યું હતું કે એક ગુનેગાર, હુમલાખોર અને માનવતાના હત્યારાને ગુજરાતમાં પ્રવેશની સુપ્રીમ ર્કોટે બંધી ફરમાવી છે; પરંતુ એ જ વ્યક્તિને ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશમાં પ્રચારની છૂટ આપી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK