લંડનના હાઇડ પાર્ક, ન્યુ યૉર્કના મૅનહટન જેવું છે સાઉથ બૉમ્બે

જાણીતા બિઝનેસમૅન વીરેન શાહને લાગે છે સાઉથ મુંબઈ સૌથી ગૉર્જિયસ

viren-shahહું અત્યારે વરલીના મઢૂલી બિલ્ડિંગમાં રહું છું. અહીં આવ્યાને મને લગભગ પંદર વર્ષ થયાં. આ પહેલાં હું ગામદેવી ગીતા બિલ્ડિંગમાં રહેતો હતો. ત્યાં પણ લગભગ ત્રીસેક વર્ષ રહ્યો. બચપણ મારું અહીં જ ગયું છે. અહીં જે કૉલેજનું એજ્યુકેશન પૂરું કર્યું અને અહીં જ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આજના અને એ સમયના સાઉથ મુંબઈ વચ્ચે જો સૌથી મોટો ફરક હોય તો એ કે સબર્બમાં જેમ દિવસ ઊતરતો જાય એમ ટ્રાફિક વધતો જાય અને સાઉથ મુંબઈમાં ઘટતો જાય છે. રાતે આઠ વાગ્યા પછી તો રસ્તાઓ એવા સરસ રીતે ખાલી થવા લાગે કે લૉન્ગ ડ્રાઇવ પર નીકળવાનું મન થઈ જાય. રસ્તાઓ પણ ખાસ્સા પહોળા છે અને ક્લીનલીનેસ પણ ખૂબ જ સારી હોય છે એટલે જો લટાર મારવા નીકળ્યાં હોઈએ તો મન ફ્રેશ થઈ જાય. રસ્તાઓ પહોળા હોવાના કારણે આપોઆપ આ વિસ્તાર આખો પહોળો હોય એવી ફીલ આવે છે. અમારા જેવા, જે અહીં રહીને મોટા થયા છે, તેને તો સબર્બના રસ્તા પર આવતાંની સાથે જ સફોકેશન શરૂ થઈ જાય.

સાઉથ મુંબઈની સરખામણી મારાથી આપોઆપ રીતે ન્યુ યૉર્કના મૅનહટન અને લંડનના હાઇડ પાર્ક એરિયા સાથે થઈ જતી હોય છે. આ જ કારણે હું જ્યારે અમેરિકા કે લંડન જાઉં ત્યારે મને મૅનહટન અને હાઇડ પાર્કમાં રહેવાનું વધુ પસંદ પડતું હશે એવું મારું માનવું છે. હાઇડ પાર્કમાં સવારના ભાગમાં જે રીતે જૉગર્સ આવે છે એવી જ રીતે સાઉથ મુંબઈમાં રેસર્કોસ પર જૉગર્સ હોય છે. સવારનું આહ્લાદક વાતાવરણ પણ લગભગ ફૉરેનના એ એરિયા જેવું જ. જો મને કહેવામાં આવે કે સાઉથ મુંબઈ છોડીને મારે સબર્બમાં કે પછી બીજા કોઈ શહેરમાં રહેવા જવાનું છે તો હું કોઈ કાળે પસંદ ન કરું. બિઝનેસ પર્પઝથી પણ, રિલેટિવ પર્પઝથી પણ અને ઇમોશનલ પર્પઝથી પણ એટલું જ.

સાઉથ મુંબઈમાં મારી નોસ્ટાલ્જિક યાદો જોડાયેલી છે. અહીં જ હું, દિલીપ જોશી (‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જેઠાલાલ) અને નીતિન વખારિયા (ગુજરાતી રંગભૂમિ અને હિન્દી સિરિયલના જાણીતા ઍક્ટર) સાથે ભણતા અને ન્યુ ઈરા સ્કૂલમાં અમે નાટકો કરતા. અમે બધા સાથે ક્રિકેટ રમવા હિન્દુ જિમખાના જતા. બહુ ધમાલ કરી છે અમે લોકોએ. ઇન્ડિયન નૅશનલ થિયેટરનાં વનલતા મહેતા પાસે અમે ઍક્ટિંગ શીખતા. આવી તો અનેક સ્વીટ કહેવાય એવી મેમરી આ સાઉથ મુંબઈ સાથે જોડાયેલી છે. દિલીપ અને નીતિન બન્ને ઍક્ટિંગના ફીલ્ડમાં આગળ વધ્યા છે, પણ હું બિઝનેસમાં ડાઇવર્ટ થઈ ગયો એટલે એ બધું છૂટી ગયું. આ જૂની વાતોના કારણે પણ મને આ એરિયા છોડવાનું ક્યારેય મન નથી થયું.

સાઉથ મુંબઈ બીજા વિસ્તારો કરતાં હજી પણ ગૉર્જિયસ રહ્યું છે એનું કારણ એની ઓરિજિનાલિટી અકબંધ રહી છે એ છે. આ વિસ્તારના કન્સ્ટ્રક્શનમાં તમને બ્રિટિશ ભાત સ્પષ્ટપણે દેખાઈ આવે. બ્લૅક સ્ટોનનાં બનેલાં મકાનો વચ્ચેથી પસાર થતા હો તો તમને ભારતનો એક સમયનો વૈભવ પણ સ્પષ્ટ દેખાઈ આવે. આ વૈભવ છોડીને જવાનું કોઈને કઈ રીતે ગમી શકે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK