રજાઓમાં સાઉથ બૉમ્બે જ હિલ-સ્ટેશન બની જાય છે

જાણીતાં વાર્તાકાર વર્ષા અડાલજાની દૃષ્ટિએ આ જ સાચું મુંબઈ છે

varsha-adalajaલિબર્ટી થિયેટરની પાછળનો ભાગ એ અમારી સોસાયટીનો ભાગ. ૧૯૫૬-’૫૭માં અમે અહીં આવ્યા અને બસ, પછી અહીં જ છીએ. કોણ જાણે કેટલાય લોકો આવીને કહી ગયા કે હવે મારે અંધેરી કે બીજા કોઈ સબર્બમાં રહેવા જવું જોઈએ, પણ દક્ષિણ મુંબઈ છોડીને ક્યાંય જવાનું મન નથી થતું. મારી દૃષ્ટિએ આ જ સાચું મુંબઈ છે. એ જ મુંબઈ જે જૂનું હતું. હજી પણ અહીં જૂની રીતરસમ મુજબ જ કામો ચાલે છે અને એની એક મજા છે. વીક-એન્ડમાં અહીંથી નીકળીને લોકો હિલ સ્ટેશન ચાલ્યા જાય છે. ઑફિસ પણ બંધ હોય એટલે આ એરિયા ડબલ ખાલી થઈ જાય છે. સાચું કહું તો એ સમયે મારી અહીં રહેવાની મજા બમણી થઈ જાય છે. સાઉથ મુંબઈ પોતે એક નાનકડા હિલ-સ્ટેશન જેવું બની જાય છે એવું કહું તો પણ કંઈ ખોટું નથી. રાતના સાત-આઠ વાગ્યા પછી ઘરની બહારની ચહલપહલ ઘટી જાય એટલે પણ મને મજા આવે છે. બીજાં સબ્ર્સમાં આવી શાંતિ નથી. ખુલ્લું વાતાવરણ પણ પહેલેથી જ મને ગમ્યું છે. ચોપાટીએ જઈને એકાદ કલાક બેઠા હોઈએ કે ગેટવે ઑફ ઇન્ડિયા પર એક વૉક લીધી હોય તો મન ફ્રેશ થઈ જાય. અહીં મળે છે એવી તાજગી સબર્બમાં મળતી નથી. હું સબર્બને ક્રિટિસાઇઝ કરવા નથી માગતી, પણ બન્ને વચ્ચે જે તફાવત છે એ તફાવત સમજાવવાનો પ્રયાસ કરું છું.

મારા ઘરની પાછળ એક વિશાળ ગાર્ડન છે જેમાં બેસવાની મજા કંઈક ઑર છે. આજે પણ સિંગલ સ્ક્રીન એવા રીગલ સિનેમામાં ફિલ્મ જોવા જવાની મજા જુદી છે. હા, સાચું કે મેજોરિટી સ્ટોર અહીં હજી પણ હોમ ડિલિવરીની ફૅસિલિટી નથી આપતા, પણ એનો અર્થ એવો નથી કે સાઉથ મુંબઈ રિજિડ છે. એનો અર્થ એવો ચોક્કસ કાઢી શકાય કે સાઉથ મુંબઈ હજીયે પોતાની રીતભાતને વળગી રહ્યું છે. ચોપાટી પર આવેલી ક્રીમ સેન્ટર નામની રેસ્ટોરાં મારી ફેવરિટ છે. રેડિયો ક્લબની મેમ્બરશિપ મારી ડૉટરે લીધી હતી. મને એની કૅન્ટીનમાં જઈને બેસવું પણ ગમે છે અને ત્યાંનું ફૂડ પણ ભાવે છે. એક સમય હતો જ્યારે સબર્બમાં જવાનો કંટાળો આવતો, પણ હવે સી-લિન્કના કારણે એ પણ ઈઝી થઈ ગયું છે અને ઑલમોસ્ટ એક કલાક જેટલો સમય બચી જાય છે. સમય બચવાની સાથે ટ્રાફિક જૅમનો પ્રૉબ્લેમ પણ ફેસ નથી કરવો પડતો એ વાતનો મને વધુ આનંદ છે.

જો મને કોઈ અંધેરીમાં ચાર બેડરૂમનો ફ્લૅટ આપે તો પણ હું એ મારા સાઉથ મુંબઈના ભોગે તો ન જ લઉં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK