૩૧ મે સુધીમાં ફ્લૅટ ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

કૅમ્પા કોલાના રહેવાસીઓની ખુશી લાંબું ન ટકી


ચેતના યેરુણકર

ડિમોલિશનની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપતાં કૅમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓની તેમનાં ઘરો બચી જશે એવી આશા હતી, પરંતુ એ આશા ઠગારી નીવડી છે. સુપ્રીમ કોર્ટે ૩૧ મે સુધીમાં ગેરકાયદે ફ્લૅટ ખાલી કરી આપવા રહેવાસીઓને જણાવ્યું છે.

ડિમોલિશનની કાર્યવાહીને અટકાવવાનો આદેશ ૧૩ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો એ માત્ર માનવતાના ધોરણે આપ્યો હતો. રહેવાસીના મુદ્દે કોઈ માર્ગ નીકળે એની ચર્ચા કરવા માટે ઍટર્ની જનરલ જી. ઈ. વહાણવટીએ ૧૯ તારીખે સુનાવણી પણ રાખી હતી.

જોકે ગઈ કાલની સુનાવણી દરમ્યાન કોઈ ઉકેલ મળ્યો નહોતો. ઍટર્ની જનરલના પ્રસ્તાવ મુજબ જગ્યાની વધારાની FSIનો ઉપયોગ કરી આ જ પરિસરના નવા બિલ્ડિંગમાં ગેરકાયદે ફ્લૅટના રહેવાસીઓને વસાવવામાં આવે. ૧૯ નવેમ્બરે આ પ્રસ્તાવ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે ઍટર્ની જનરલને વિનંતી કરી હતી, પરંતુ સુનાવણી દરમ્યાન ઍટર્ની જનરલે કહ્યું હતું કે આ પ્રસ્તાવનો કોઈ પણ ડ્રાફ્ટ તૈયાર કરવામાં નથી આવ્યો.

ઍટર્ની જનરલ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ બાબતે પોતાનું નામ ન જણાવવાની શરતે એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ઍટર્ની જનરલે રજૂ કરેલા પ્રસ્તાવ પર અમલ થાય એમ નહોતો. ગેરકાયદે ઘરો ધરાવનારા રહેવાસીઓ માટે રાજ્ય સરકાર શા માટે નાણાં ચૂકવે? જો કૅમ્પા કોલામાં આ વાત સ્વીકારવામાં આવે તો આવતી કાલે તમામ લોકો આવા લાભની માગણી કરવા લાગે. એથી જ આ વિચારને રદ કરવામાં આવ્યો.

બીજી તરફ ગેરકાયદે ફ્લોરને વટહુકમ દ્વારા કાયદેસર કરવા માટે વટહુકમ લાવવાના પ્રસ્તાવને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે નકારી કાઢ્યો છે. પરિણામે રહેવાસીઓને ઘણી ઓછી આશા રહી છે. ૨૦૧૪ની ૩૧ મે સુધીમાં ફ્લૅટ ખાલી કરવા રહેવાસીઓને સુધરાઈએ જણાવ્યું છે. તેઓ આવતા વર્ષે ૩૧ મે સુધીમાં ઘર ખાલી કરશે એ વિશેની લેખિત ખાતરી છ સપ્તાહની અંદર આપવા પણ જણાવ્યું છે.

રહેવાસીઓને કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિવ્યુ તથા ક્યુરેટિવ પિટિશન પર આશા છે. તેમનાં ઘરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે એવી મર્યાદિત લડત અત્યાર સુધી રહેવાસીઓની હતી, નહીં કે પુનર્વસનની. હજી પણ તેઓ રેગ્યુલરાઇઝેશનના વિવિધ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે. દિલ્હી ગયેલા તેમના વકીલોની ટીમ પરત આવે ત્યાર બાદ આ વિશે તેઓ વધુ વિચાર કરશે.

આ કમ્પાઉન્ડમાં આવેલા મિડટાઉન અપાર્ટમેન્ટનાં નંદિની મહેતાએ કહ્યું હતું કે ‘મને એવી આશા છે કે અમારા ઘરને બચાવવા માટેનો કોઈ રસ્તો જરૂરથી મળશે. અમારી લીગલ ટીમ દિલ્હીથી પાછી ન આવે ત્યાં સુધી અમારી ભવિષ્યની યોજનાઓની ખબર મને નથી. જો કોઈ કાયદાકીય વિકલ્પ હશે તો અમે જરૂર તૈયાર થઈશું. આ કોઈ રાહત નહોતી, પરંતુ ચોથી વખત અમે ફરી પાછાં એ જ સ્થિતિમાં પહોંચ્યાં છીએ જ્યાં માત્ર દુખ અને આઘાત હોય.’

સુધરાઈ પહેલી જૂનથી ડિમોલિશન કરવા સજ્જ

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી માટે સુધરાઈ તૈયાર છે. સુધરાઈના ઍડિશનલ કમિશનર મોહન અડતાણીના જણાવ્યા પ્રમાણે પહેલી જૂનથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ થશે. વળી અહીં ચોમાસા દરમ્યાન ડિમોલિશન નહીં કરવાનો નિયમ પણ લાગુ નહીં પડે, કારણ કે છ મહિના અગાઉ જ રહેવાસીઓને કોર્ટનો આદેશ જણાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘આ કેસમાં અમે ડિમોલિશનની કાર્યવાહી લંબાવીશું નહીં, કારણ કે ૩૧ મે પહેલાં ઘર ખાલી કરવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. આ કોઈ અચાનક થયેલી કાર્યવાહી નથી. સુધરાઈ પહેલી જૂનથી સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK