૧૦ વર્ષની ત્વિષા ઠક્કર દરિયામાં તરી અલીબાગથી ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી

અલીબાગની મોરા જેટીથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનું ૧૪ કિલોમીટરનું અંતર તરીને પાર કરવામાં ૧૦ વર્ષની ત્વિષા ઠક્કર સફળ થઈ છે.


ગઈ કાલે તેણે આ અંતર ૩ કલાક ૫૯ મિનિટ અને ૮ સેકન્ડમાં પૂરું કર્યું હતું. દરિયાનાં રફ મોજાંઓને તેણે બહાદુરીપૂર્વક પાર કર્યા હતાં. અલીબાગના ચોંધીની ડેવિડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પાંચમા ધોરણમાં ભણતી ત્વિષાએ આ સિદ્ધિ મેળવી તેના ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. ૧૦ વર્ષની ત્વિષાએ તેના આ સાહસ બાદ કહ્યું હતું કે ‘મને તરવું ગમે છે, પણ દરિયામાં તરવાનો અનુભવ બહુ જ અલગ છે. ગઈ કાલે વાતાવરણ ધૂંધળું હતું જેને લીધે મને સ્પષ્ટ દેખાતું નહોતું એટલે મને એ અંતર કાપવામાં વધુ સમય લાગ્યો હતો. મારા કોચ સંતોષ પાટીલે જો મને ગાઇડન્સ ન આપ્યું હોત તો હું આ અભિયાન ન કરી શકી હોત. મારે હવે ઇંગ્લિશ ચૅનલ તરવી છે અને ઇન્ટરનૅશનલ લેવલ પર દરિયામાં તરવાની કૉમ્પિટિશન્સમાં ભાગ લેવો છે. મારા કોચ સંતોષ પાટીલે ૨૦૧૨માં સૅન્ટા બાર્બરા ચૅનલ તરીને ક્રૉસ કરી હતી અને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. હું પણ તેમના જેવી જ બનવા માગું છું.’

ત્વિષાની સફળતા જોઈને તેના પિતા સતીશ ઠક્કરે કહ્યું હતું કે ‘અમને તેની સફળતાથી ખુશી થઈ છે. અમે તેને આગળ વધવા અને તેનાં સપનાં પૂરાં કરવા માટે બનતું બધું જ કરી છૂટીશું.’

તસવીર : બિપિન કોકાટે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK