ટ્રાફિક-પોલીસ તૂટેલી-ફૂટેલી ચોકીમાં બેસીને બજાવે છે ફરજ

એની અંદર બેસી શકાય એમ નથી છતાં કોઈનું એના પર ધ્યાન નથી : બપોરે એટલી ગરમી થાય છે કે પોલીસે ચોકીની બહાર બેસવું પડે છે



હેવી ટ્રાફિક ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ પર આવેલા ઑપેરા હાઉસ જંક્શન પર લગભગ ૨૫ વર્ષ જૂની ટ્રાફિક-પોલીસની ચોકી આવેલી છે. આ પોલીસ-ચોકીની હાલત એટલી કથળેલી છે કે બપોરના સમયે પોલીસ-ચોકીની બહાર બેસીને ટ્રાફિક-પોલીસ અમુક વાર ફરજ બજાવે છે. ટ્રાફિક-પોલીસો પણ એટલા લાચાર થઈ ગયા છે કે નાછૂટકે તેમને આવી ચોકીમાં બેસીને કામ કરવું પડે છે, પરંતુ કોઈ ચોકીની હાલત વિશે ગંભીરતા બતાવતું નથી.

ઑપેરા હાઉસ થિયેટર સામે આવેલી ટ્રાફિક-પોલીસની ચોકી બહારથી અને અંદરથી પણ ખૂબ જ ખરાબ અવસ્થામાં છે. આવી ચોકીની અંદર બેસીને પોલીસ પોતાની ફરજ બજાવે છે. અહીં ફરજ બજાવતા અમુક ટ્રાફિક-પોલીસોએ તો સંસદસભ્ય તેમ જ ટ્રાફિક-વિભાગને ફરિયાદ કરી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી. અંતે ફરજ બજાવતા પોલીસો જ હેરાન થાય છે. એથી હવે કોઈ આ પોલીસ-ચોકીને બનાવવા આગળ આવે એવી રાહ અહીં કામ કરતા ટ્રાફિક-પોલીસો જોઈ રહી છે.

નામ ન આપવાની શરતે અહીં ફરજ બજાવતા એક ટ્રાફિક-પોલીસે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘૨૫ વર્ષ કરતાં વધારે વર્ષ થયાં, આ ચોકીને રિનોવેટ પણ કરવામાં આવી નથી. વરસાદના સમયે તો પાણી ચોકીની અંદર ઘૂસી જાય છે. આ ઉપરાંત ઉનાળામાં તો બપોરના સમયે અમે બેસી પણ નથી શકતા. ચોકીની બારીઓ તૂટેલી છે અને નીચેથી પણ કાટ લાગી ગયો છે. જંક્શન પરની આ મહત્વની ચોકી છે, કેમ કે અહીંથી લૅમિંગ્ટન રોડ, ચોપાટી વગેરે વિસ્તારોમાં જઈ શકાય છે. આ ઉપરાંત ચોકીની સામે જ સ્વીટવાળાની દુકાન આવી હોવાથી ટ્રાફિક જૅમ બહુ થાય છે. અમે જેમ-તેમ કરીને આ ચોકીમાં કામ કરીએ છીએ. પાણી કે બીજી કોઈ યોગ્ય સુવિધા પણ અહીં નથી. હવે કોઈ આ ચોકી પર ધ્યાન આપે તો સારું.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK