મરીન ડ્રાઇવ પર રિપબ્લિક ડે પરેડ સામે પોલીસને વાંધો

પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે ફાઇલ કરેલા રિપોર્ટમાં ચિંતા જતાવી છે કે આવા ઓપન વેન્યુમાં ટોચના રાજકારણીઓ, અન્ય મહાનુભાવો તથા હજારો મુંબઈગરાઓને પ્રોટેક્ટ કરવાનું મુશ્કેલ બનશે



સાગર રાજપૂત

દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિને રાજપથ પર શાનદાર પરેડ યોજાય છે એની તર્જ પર મહારાષ્ટ્ર સરકારે પણ આ વખતે મરીન ડ્રાઇવ પર રિપબ્લિક ડેની પરેડ યોજવાનો નિર્ણય લીધો છે એના કારણે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસને સુરક્ષા બાબતે ગંભીર વિચારણા કરવાની ફરજ પડી છે.

મુંબઈના પોલીસ-કમિશનર ડૉ. સત્યપાલ સિંહે આ વિશે રિપોર્ટ આપ્યો હતો કે રિપબ્લિક ડેની પરેડ જોવા માટે હજારો મુંબઈગરા મરીન ડ્રાઇવ પર ઊમટી પડશે અને તેમની સુરક્ષા માટે પોલીસને મુશ્કેલી પડશે.

અત્યાર સુધી મુંબઈમાં રિપબ્લિક ડેની પરેડ દાદરના શિવાજી પાર્કમાં યોજાતી આવી છે અને આ મેદાન વિશાળ હોવાથી ૫૦ હજાર જેટલી મેદની પણ સહેલાઈથી સચવાઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર તો રિપબ્લિક ડે ઉપરાંત ઇન્ડિપેન્ડન્સ ડેની પરેડ પણ મરીન ડ્રાઇવ ખાતે યોજવાનું વિચારી રહી છે.

એક સિનિયર ઑફિસરે કહ્યું હતું કે ‘આ પરેડમાં લગભગ ૫૦,૦૦૦ લોકો ઊમટી પડે એવી ધારણા છે અને આવડા મોટા સમૂહને શિસ્તબદ્ધ રીતે સાચવવાનું કામ મુશ્કેલ છે. આટલા બધા લોકોની સુરક્ષા અમારા માટે ચિંતાનું મુખ્ય કારણ છે, પરંતુ જ્યારે સરકારે પરેડ માટે આ સ્થળ પસંદ કર્યું છે એથી પોલીસ પાસે હવે મુંબઈગરાઓને સુરક્ષા પૂરી પાડવા સિવાય કોઈ વિકલ્પ જ નથી.’

સરકારના આ નિર્ણય બાદ હોમ-મિનિસ્ટર આર. આર. પાટીલ સાથેની બેઠકમાં ટોચના પોલીસ-અધિકારીઓએ પણ આ વિશે ચિંતા દર્શાવી હતી. લગભગ મહિના અગાઉ સરકારે મુંબઈ પોલીસને આ વિશે સૂચના આપી ત્યાર બાદ પોલીસે લોકોની સુરક્ષાવિષયક પોલીસની મુશ્કેલીઓ દર્શાવતો એક રિપોર્ટ પણ સરકારને આપ્યો હતો.

સૂત્રોએ કહ્યું હતું કે આ રિપોર્ટમાં મુંબઈ પોલીસે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે આ પરેડમાં હાજર રહેનારા રાજ્યના ટોચના પૉલિટિશ્યનોની સુરક્ષા પણ ચિંતાનું કારણ છે. મરીન ડ્રાઇવના લાંબા સમુદ્રકિનારે હજારો લોકોની સુરક્ષા એ પડકારરૂપ કામ છે. જોકે સરકારે આ નિર્ણયની પુનર્વિચારણા કરી નહીં એથી પોલીસે સુરક્ષાની વ્યાપક યોજના તૈયાર કરવી પડી છે. આ વખતે પહેલી વાર એવું બનશે કે પરેડમાં જાણીતા અને પ્રતિષ્ઠિત મહેમાનો પણ પોતાની સાથે કોઈ વસ્તુ નહીં લાવી શકે.

ભૂતકાળના કેટલાક અટૅકને ધ્યાનમાં લઈને પોલીસે હોમ-ડિપાર્ટમેન્ટને બૅકપૅક પર પ્રતિબંધ ફરમાવવાનું જણાવીને મહેમાનોનાં ઇન્વિટેશન કાર્ડ્સમાં પણ આનો ઉલ્લેખ કરવાનું કહ્યું હતું.

૨૬ જન્યુઆરીએ સમગ્ર સાઉથ મુંબઈમાં હાઈ અલર્ટ રહેશે. તમામ પોલીસમેનની રજાઓ રદ કરવામાં આવી છે એટલું જ નહીં, ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની તમામ બ્રાન્ચના સ્ટાફને કોઈ અનિચ્છનીય ઘટના સમયે મદદ માટે રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. મરીન ડ્રાઇવ પર સાતથી આઠ ત્ભ્લ્ અધિકારીઓ અને બે હજારથી વધુ કૉન્સ્ટેબલોને ડ્યુટી સોંપવામાં આવશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ અને ક્વિક રિસ્પૉન્સ ટીમ જેવી ઍડિશનલ પોલીસ-ફોર્સ પણ તૈયાર રાખવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસથી સવારે મરીન ડ્રાઇવ અને આસપાસના રોડ પર પરેડની પ્રૅક્ટિસથી ટ્રાફિક અને સ્કૂલ-કૉલેજમાં જતા સ્ટુડન્ટ્સને પણ પરેશાની વેઠવી પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK