દુકાનની તિજોરીમાંથી અઢી લાખ રૂપિયાની તફડંચી

ટૉઇલેટની પાછળ આવેલી ગટરમાંથી ઘૂસેલા ચોર CCTV કૅમેરાના ફુટેજમાં ચોરી કરતાં ઝડપાયા

ૂપાિૂ

દક્ષિણ મુંબઈના ગુલાલવાડી, કીકા સ્ટ્રીટ વિસ્તારની એમ્બ્રૉઇડરી મટીરિયલની દુકાનના ટૉઇલેટની દીવાલમાં બાકોરું પાડીને ઘૂસેલા ચોર તિજોરીમાં રાખવામાં આવેલા અઢી લાખ રૂપિયા પર હાથફેરો કરી પસાર થઈ ગયા હતા. જોકે દુકાનમાં રહેલા CCTV કૅમેરામાં બન્ને ચોર ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. રિદ્ધિસિદ્ધિ બીડ્સ નામની એમ્બ્રૉઇડરીના રૉ-મટીરિયલની દુકાનમાં અટૅચ્ડ ટૉઇલેટની પાછળ ગટર આવેલી છે. મંગળવારે મધરાતે ગટરની દીવાલમાં દોઢથી બે ફુટનું બાકોરું પાડીને ચોર દુકાનના ટૉઇલેટમાં ઘૂસ્યા હતા.

આ બાબતે પાયધુની પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે એમ જણાવીને સિનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે ‘જે રીતે કટરનો ઉપયોગ કરીને દીવાલમાં બાકોરું પાડવામાં આવ્યું છે અને ફક્ત તિજોરી તેમ જ અન્ય કીમતી વસ્તુની ચોરી કરવામાં આવી છે એ મુજબ આ કામ પ્રોફેશનલ ચોરે કર્યાનો અમારો અંદાજ છે તેમ જ દુકાનના CCTV કૅમરાના ફુટેજ મેળવવામાં આવ્યાં છે. એના આધારે બે શકમંદોને શોધવામાં આવી રહ્યા છે.’

બુધવારે સવારે દસ વાગ્યે અમે દુકાન ખોલી હતી એમ જણાવીને પ્રવીણ છાજેડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનમાં બધો માલ જેમનો તેમ પડ્યો હતો, પરંતુ તિજોરી ખુલ્લી હતી. તિજોરીમાં રાખેલા અઢી લાખ રૂપિયા નહોતા. દુકાનના શટરનાં તાળાં તૂટ્યાં નહોતાં તો ચોર કેવી રીતે અંદર ઘૂસ્યો એવો પ્રશ્ન થયો હતો. એથી દુકાનમાં તપાસ કરી અને ટૉઇલેટ ખોલતાં સામે માટી અને દીવાલમાં એક માણસ આરામથી ઘૂસી શકે એટલું એકથી દોઢ ફુટનું બાકોરું પડેલું હતું. ચોરી બાબતે તરત જ પાયધુની પોલીસ-સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં અમારા સ્ટાફને જ શંકાના ઘેરામાં લેવામાં આવ્યો હતો અને દરેક જણની પોલીસે પૂછપરછ કરી હતી. નસીબજોગે મારી દુકાનમાં CCTV કૅમેરા બેસાડવામાં આવેલા છે જેમાં બન્ને ચોર તિજોરી તોડીને પૈસા ચોરી કરતા દેખાય છે. અઢી લાખ રૂપિયા ઉપરાંત દુકાનમાંથી અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાનું લૅપટૉપ ચોરી કરીને તેઓ ફરાર થયા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK