દરિયાનાં મોજાંઓની મજા આખરે જીવલેણ નીવડી

દરિયાનાં મોજાંઓની મજા આખરે જીવલેણ નીવડી



ગઈ કાલે મરીન ડ્રાઇવ પર સમુદ્રની લહેરો બે કઝિન બ્રધરને ખેંચી ગઈ : એકનું મોત, બીજાને એક કૉન્સ્ટેબલે મહિલાઓના દુપટ્ટા ભેગા કરીને બચાવી લીધો

ભારે ભરતીને કારણે ગયા ગુરુવારથી તોફાને ચડેલો દરિયો આખરે ગઈ કાલે બે કઝિન ભાઈઓને તાણી ગયો હતો, જેમાંથી એકનું મોત થયું હતું. સુધરાઈ અને વેધશાળાની આગાહીઓ અને ચેતવણીઓને અવગણીને તેમ જ ગુરુવારથી રોજ બપોર બાદ ભરતીના સમયે દરિયાકાંઠાના રોડ તેમ જ વિસ્તારોમાં રેલાતા સમુદ્રના પાણીના સમાચારો છતાં કેટલાય મુંબઈગરાઓ જાનના જોખમે આવી મોસમની મજા લૂંટવા માટે ઊમટે છે, એમાં ગઈ કાલે અચાનક કલ્યાણના ચવાણપરિવાર પર મુંબઈમાં આ અણધારી આફત ત્રાટકી હતી.

ગઈ કાલે ૨૩ વર્ષનો ચેતન ચવાણ અને ૧૯ વર્ષનો રતન ચવાણ પોતાના કૉમન ફ્રેન્ડના બર્થ-ડેની ઉજવણી માટે મરીન ડ્રાઇવ પર આવ્યા અને દરિયો તોફાને ચડ્યો એની મજા લેતા હતા. એક લહેર આવી અને બન્ને ચવાણકઝિનને દરિયો તાણી ગયો હતો. જોકે સદ્નસીબે બર્થ-ડે બૉય સલામત હતો અને મરીન ડ્રાઇવ પર નજર રાખી રહેલા પોલીસવાળા અને હાજર લોકોએ બન્ને કઝિનને બચાવી લેવાની કવાયત આદરી હતી. ચેતનને તો તરત બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ રતનનો આખરે મૃતદેહ હાથ લાગ્યો હતો. બન્નેને તરત જ સરકાર સંચાલિત ઞ્વ્ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રતનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને ચેતનને નાની-મોટી સારવાર આપવામાં આવી હતી.

કલ્યાણમાં રહેતા પરિવાર પર આ સમાચારથી વજ્રાઘાત થયો છે. ‘મિડ-ડે’એ વાત કરવાનો પ્રયત્ન કરતાં ભાંગી પડેલા ચેતને રડતાં-રડતાં કહ્યું હતું કે ‘કલ્યાણથી મરીન ડ્રાઇવ ખૂબ દૂર હોવાથી અમારા પેરન્ટ્સે અમને ત્યાં જવાની ના પાડી હતી, પરંતુ અમે તેમની વાતને અવગણી હતી અને ફ્રેન્ડનો બર્થ-ડે હોવાથી અમે તેમને સમજાવીને આવ્યા હતા, પરંતુ આવું તો નહોતું જ ધાર્યું. અમે મરીન ડ્રાઇવ નજીક બેઠા હતા એટલું જ યાદ છે, ત્યાર બાદ અમારી સાથે શું બન્યું એની કોઈ જ ખબર નથી.’

આ ઘટના નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના એક પોલીસ-કૉન્સ્ટેબલે ત્વરિત નિર્ણયશક્તિથી ચેતનને બચાવી લેવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કૉન્સ્ટેબલે ભેજું દોડાવીને ત્યાં હાજર મહિલાઓના દુપટ્ટા એકઠા કરી એકબીજા સાથે ગાંઠ જોડીને ડૂબી રહેલા ચેતન તરફ ફેંકીને તેને બચાવી લેવાનો પ્રયત્નકર્યો હતો.

સ્વપ્નિલ ખોન્ડે નામના આ કૉન્સ્ટેબલે કહ્યું હતું કે ‘ઘટના વખતે હું હાજર નહોતો, પરંતુ ત્યાં એકઠું થયેલું ટોળું કોઈ ડૂબી રહ્યાના પોકારો કરતું હતું એ જોઈને હું દોડી આવ્યો હતો. મેં નજીક જઈને જોયું તો મારો એક કૉન્સ્ટેબલ સાથી દરિયામાં તેને બચાવવા મથતો હતો, પરંતુ એમાં સફળતા મળતી નહોતી. મને અચાનક મનમાં વિચાર સ્ફૂર્યો અને ત્યાં હાજર લોકોને મહિલાઓના દુપટ્ટા એકઠા કરવા કહ્યું હતું. દુપટ્ટાથી પ્રયત્ન કર્યો, પરંતુ એ ત્યાં સુધી પહોંચતા નહોતા, પરંતુ અચાનક કોઈ એક મોટું દોરડું લાવ્યું અને હું એની મદદથી દરિયાના પાણીમાં થોડો આગળ વધ્યો હતો. લોકોએ મને ચેતન સાથે દોરડા વડે ખેંચીને બહાર કાઢ્યા બાદ તરત જ અમે તેને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો.’

GT હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે ‘જે યુવકની બૉડી લાવવામાં આવી હતી તેના ફેફસાંમાં પાણી અને રેતી ભરાઈ ગયાં હતાં. સાંજે સાડાચારેક વાગ્યે તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ યુવકો મરીન ડ્રાઇવના કાંઠે ટેટ્રાપૉડ સુધી ગયા હોવા જોઈએ, કેમ કે રતન ટેટ્રાપૉડ્સમાં ફસાયો હતો અને તેને વધુ ઈજા પણ થઈ હતી. જો તેઓ પાળી પર બેઠા હોય તો તેમને દરિયો તાણી જાય એવી શક્યતા નહોતી. આ યુવકો કદાચ ટેટ્રાપૉડથી પણ આગળ રૉક સુધી ગયા હશે અને લહેરમાં ફસાઈને ટેટ્રાપૉડ્સમાં ફસાયા હોવા જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK