સૈયદના સાહેબના અંતિમ દર્શનમાં થઈ મોતની ભાગદોડ : 18ના મોત

મુંબઈના મલબાર હીલ વિસ્તારમાં આજે શનિવારે સવારે ડૉ. સૈયદના મોહમ્મદ બોહરાદ્દીનના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતાં જે દરમ્યાન ભારે ભીડની વચ્ચે ભાગદોડ મચતાં 18 લોકોના મોત તેમ જ 40 જેટલાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.




મુંબઈ, 18 જાન્યુઆરી 2014


દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબનું ગઈ કાલે નિધન થયું હતું જેના પગલે આજે સવારે ભારે સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેમના અંતિમ દર્શન કરવા મલબાર હીલ વિસ્તારમાં પહોંચ્યા હતાં. આ દરમ્યાન દર્શન કરવાની અફરાતફરીમાં ભાગદોડ મચી હતી જેમાં 18 લોકોના મોત થયા હતા.

પોલીસ અને બીએમસી સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભાગદોડ રાત્રે 1.30 વાગ્યે થઈ હતી.

સૈફી મહલ હોસ્પિટલ જ્યાં ધર્મગુરુનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો તેની બહાર હજ્જારોની સંખ્યામાં લોકો તેમના દર્શન કરવા પહોંચ્યા હતાં. જો કે આ ભાગદોડ મચવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું ત્યારે મૃત્યુ પામેલા લોકોની લાશને સૌફી હોસ્પિટલમાં લઈ જવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબનું ગઈ કાલે નિધન થયું હતું અને તેમની અંતિમવિધિ શનિવારે સવારે ભીંડી બજારમાં રાખવામાં આવી છે.

દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ધર્મગુરુની અંતિમવિધિમાં પહોંચવાની શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK