સાઉથ મુંબઈની પૉશ સોસાયટીના સેક્રેટરી સામે પાડોશણનો અશ્લીલ વર્તનનો આરોપ

જોકે રહેવાસીઓ તેમના પડખે : ગેરકાયદે બાંધકામના વિરોધના પગલે આવો આરોપ મુકાયો હોવાનો દાવોI'm innocent: Sahil Shah has been residing in the building since 1979 and has been the secretary for over 15 years. Pic/Shailesh Bhatia


શૈલેશ ભાટિયા

દક્ષિણ મુંબઈના એક બિલ્ડિંગની સોસાયટીના ૭૦ વર્ષની પાકટ વયના સેક્રેટરી પર તેમની ૫૦ વર્ષની પાડોશણે અશ્લીલ પ્રદર્શન અને વિનયભંગના આરોપ સાથે FIR નોંધાવતાં તે સેક્રેટરીએ આ ઉંમરે સોસાયટીના મેમ્બરો પાસે કૅરૅક્ટર સર્ટિફિકેટ લેવા દોડવું પડ્યું છે.

બિલ્ડિંગના સેક્રેટરી સમૃદ્ધ બિઝનેસમૅન છે. તેમણે નિર્દોષ હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે મહિલાઓના રક્ષણ માટે ઘડવામાં આવેલા કાયદાનો ઉપયોગ નિર્દોષ નાગરિકોની હેરાનગતિ અને બ્લૅકમેઇલિંગ માટે કરવામાં આવે છે.

બીજી બાજુ ફરિયાદી મહિલાએ તેની ફરિયાદના આધારરૂપે મકાનની રહેવાસી એવી બીજી બે મહિલાઓનાં સ્ટેટમેન્ટ્સ રજૂ કર્યા છે.

ગૃહિણી અને બે બાળકોની મમ્મી એવી આ મહિલાએ સાતમી એપ્રિલે ગામદેવી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘સંદીપ શાહને તેમના માળના કૉમન પૅસેજમાં અર્ધનગ્ન હાલતમાં ફરવાની આદત છે અને તેઓ મકાનમાં રહેતી મહિલાઓ તરફ અશ્લીલ ઇશારા કરતા હોય છે.

‘મિડ-ડે’ને મળેલી FIRની કોપી મુજબ છઠ્ઠી એપ્રિલે સવારે ૧૦ વાગ્યે સંદીપ શાહે ફક્ત અન્ડરવેઅર પહેરેલી હાલતમાં તેમના ફ્લૅટનો દરવાજો ખોલીને પાડોશી મહિલાને તેમનો પ્રાઇવેટ પાર્ટ બતાવીને તે કોઈને એ વાત કહે તો સોસાયટીના સેક્રેટરી તરીકેની સત્તાઓ વડે તેને હેરાન કરવાની ધમકી આપી હતી. એ FIRના આધારે ગામદેવી પોલીસ-સ્ટેશને સંદીપ શાહની ધરપકડ કરીને તેમને એ જ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડ્યા હતા.

સંદીપ શાહ વિધુર છે અને તેમનાં બે સંતાનો અમેરિકામાં નોકરી કરે છે. સોસાયટીની કેટલીક બાબતોને આધારે દુશ્મનાવટને કારણે આ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો તેમનો દાવો છે.

બનાવટી કેસ

સંદીપ શાહે તેમની તરફેણમાં આઠ પત્રો બતાવતાં કહ્યું હતું કે ‘હું આ બિલ્ડિંગમાં ૧૯૭૯થી રહું છું અને છેલ્લાં ૧૫ વર્ષથી સોસાયટીનો સેક્રેટરી છું. મારી વિશ્વસનીયતા પર શંકા કરવાનું કોઈને ક્યારેય કારણ મળ્યું નથી. એક ફ્લૅટમાં સુધરાઈની પરવાનગી વગર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે મેં વાંધો ઉઠાવ્યો હતો અને મારી સામે ફરિયાદ કરનારી મહિલાના ફ્લૅટના ટ્રાન્સફર સામે વાંધો ઉઠાવ્યો હતો. એ ફ્લૅટ પૂરતા દસ્તાવેજો વગર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.’

આ બાબતે ફોન પર ફરિયાદીનો સંપર્ક કરવામાં આવતાં એ મહિલાએ ફોન તેના પતિને આપી દીધો હતો. ફરિયાદીના પતિએ કહ્યું હતું કે ‘અમે બધાં સ્ટેટમેન્ટ્સ પોલીસને આપ્યાં છે અને આ બાબત કોર્ટમાં કાનૂની કાર્યવાહી હેઠળ હોવાથી એના વિશે કંઈ પણ કમેન્ટ કરવા ઇચ્છતા નથી.’

રહેવાસીઓ શું કહે છે?

સંદીપ શાહની તરફેણમાં પત્રો આપનારા સોસાયટીના ચૅરમૅન શશી તન્ના અને તેમનાં પત્ની મૃણાલે કહ્યું હતું કે ‘અમે તેમને ૩૫ વર્ષથી ઓળખીએ છીએ. આ ઘટના કાયદાનો ખુલ્લો દુરુપયોગ છે. એ બાબત સ્પષ્ટ હોવાને કારણે ફરિયાદી બે મહિલાઓ (ભાભી અને નણંદ)ને બાદ કરતાં સોસાયટીના મોટા ભાગના સભ્યો અને ખાસ કરીને મહિલા રહેવાસીઓ એ સીધાસાદા માણસના પડખે ઊભાં છે. શાહને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ફરિયાદનો ઇરાદો તેમને બદનામ કરવાનો છે.’

રિટાયર્ડ ઍડ્વર્ટાઇઝિંગ પ્રોફેશનલ અને સોસાયટીની રહેવાસી દીપિકા જોશીએ સંદીપ શાહની તરફેણમાં કહ્યું હતું કે ‘હું સિંગલ વુમન છું અને ૨૦૦૪થી અહીં રહું છું. ઘણી વખત સંદીપભાઈના ઘરે ચા પીવા જઉં છું. કોઈ પણ વખત મને સંદીપભાઈનું વર્તન અજુગતું કે અનકમ્ફર્ટેબલ ફીલિંગ થાય એવું લાગ્યું નથી. કોઈ વ્યક્તિ સોસાયટીની બાબતમાં એના અંગત વેરની વસૂલાત માટે આટલી નીચી હદે ઊતરે એ કમનસીબીભરી બાબત છે.’

પોલીસ શું કહે છે?

આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઑફિસર અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર શામરાવ પાટીલે કહ્યું હતું કે ‘મહિલાના વિનયભંગ અને અશ્લીલ ઇશારા કરવાના આરોપસર અમે ફરિયાદ નોંધી છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને ફરિયાદીનું સ્ટેટમેન્ટ લેવાનું બાકી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK