જૂનાં અને જર્જરિત મકાનોની તળ મુંબઈમાં કાયમી સમસ્યા

અનેક બિલ્ડિંગોનું વષોર્થી સમારકામ ન થતાં એમની હાલત ખખડી ગઈ છે
તળ મુંબઈમાં જૂનાં અને જર્જરિત મકાનોની સમસ્યા કાયમી છે. જો સરકાર દ્વારા ક્લસ્ટર ડેવલપમેન્ટની સ્કીમ પાસ થાય તો આ મકાનોનું રીડેવલપમેન્ટ થઈ શકે એમ છે. મૂળમાં એ વખતે પાઘડી સિસ્ટમનાં મકાનો હતાં અને ભાડૂતો મહિનાનું ભાડું આપીને રહેતા હતા. વર્ષે‍દહાડે એ ભાડામાં નજીવો વધારો થતો હતોે. સામા પક્ષે મકાનમાલિક એટલા ઓછા ભાડામાં પ્રૉપર્ટી-ટૅક્સ પણ માંડ ભરી શકતો હોવાથી તેણે એ મકાનો મેઇન્ટેઇન કરવાનું બંધ કરી દીધું. ભાડૂતો દ્વારા હંમેશાં એમ દલીલ કરવામાં આવતી હતી કે મકાનમાલિક મકાનનું રિપેરિંગ કરાવે. જોકે આ ગજગ્રાહને કારણે અનેક મકાનોનું વષોર્ સુધી સમારકામ ન થતાં એની હાલત જર્જરિત થઈ ગઈ છે. સુધરાઈ દ્વારા એને જોખમી જાહેર કરવામાં આવે છે, પણ ત્યાંના ભાડૂતો તેમની એ જગ્યામાંથી હટવા માગતા નથી. એની પાછળ તેમની દલીલ એ હોય છે કે તેમનાં બાળકો એ વિસ્તારની સ્કૂલોમાં ભણે છે. તેમની દુકાનો એ મકાનોમાં છે જે તેમની આજીવિકાનું સાધન છે અને એ છોડી શકે તેમ નથી. આમ તેમની દલીલો પણ વાજબી હોવાથી આ પ્રfનનો કોઈ ઉકેલ આવતો નથી.  

મરીન લાઇન્સમાં આવેલી ડૉક્ટર કાવસજી હોરમસજી સ્ટ્રીટમાં સોરાબજી સંતુક લેનના કૉર્નર પર આવેલા અને ૧૯૨૪માં બનેલા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના નરીમાન હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને છેક ત્રીજા માળ સુધી લાકડાના થાંભલાના ટેકા મૂકવામાં આવ્યા છે. એનાથી આગળ આવેલા આલ્ફાઇવાલા જૂના બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું છે અને એનું રીડેવલપમેન્ટ શરૂ થવાનું છે, પણ વર્ષો થયાં કામ શરૂ થતું જ નથી. એ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૯૭૦થી દરજીની દુકાન ધરાવતા ભૂપેન્દ્ર રાઠોડનું કહેવું છે કે ‘અમે મકાનમાલિક, સુધરાઈ અને પોલીસની પરમિશન લઈને ફરી અમારો ધંધો શરૂ કર્યો છે. આ એક જ આજીવિકાનું સાધન હોવાથી અમે હાલ લાકડાના ટેકા મૂકીને કામ ચલાવીએ છીએ.’

એ જ રોડ પર આગળ સુધરાઈની આદમજી પીરભાઈ માર્કે‍ટ આવેલી છે અને એના પર ટ્રિનિટી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનું બિલ્ડિંગ આવેલું છે. જોકે એની હાલત પણ ખરાબ છે. એના બીમનું પ્લાસ્ટર તૂટી ગયું છે જેમાંથી અંદરના લોખંડના કાટ ખાઈ ગયેલા સળિયા દેખાય છે. એના પિલર્સમાં પણ તિરાડો પડી ગઈ છે. બિલ્ડિંગમાં નીચે માર્કે‍ટ હોવાથી રોજ સેંકડો લોકોની અવરજવર રહેતી હોવાથી આ પરિસ્થિતિ વધુ જોખમી હોવાનું ત્યાંના રહેવાસીઓનું કહેવું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK