સાઉથ મુંબઈનાં જાણીતાં મેદાનોમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બાંધવાની પ્રપોઝલ

ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને સુધરાઈને પત્ર લખ્યો 



મુંબઈમાં રોજ નવાં સાડાચારસો વાહનોનાં રજિસ્ટ્રેશન થાય છે જે ચેતવણીરૂપ છે. વાહનોની સંખ્યા વધવા સાથે શહેરમાં પાર્કિંગની સમસ્યા પણ વધી રહી છે. હવે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે ઓવલ, ક્રૉસ અને આઝાદ મેદાનની નીચે અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ બાંધવા માટેની પ્રપોઝલ સુધરાઈને મોકલી છે જે સાઉથ મુંબઈના મોટરિસ્ટો માટે રાહતરૂપ નીવડી શકે.

ટ્રાફિક-ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે શહેરમાં રોજ નવાં ૪૫૦ વાહનોનાં રજિસ્ટ્રેશન થઈ રહ્યાં છે અને ૨૦૧૩ના જુલાઈ સુધીમાં મુંબઈમાં વાહનોનો આંકડો ૨૨.૬૩ લાખથી વધુનો હતો. ૧૨ મેએ ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે સુધરાઈને મોકલેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ‘સાઉથ મુંબઈમાં મોટા ભાગની સરકારી ઑફિસો અને કૉર્પોરેટ ઑફિસો હોવાથી લોકોની અવરજવર ખૂબ રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યાઓમાં પાર્કિંગ મોખરે છે. જો આ અન્ડરગ્રાઉન્ડ પે ઍન્ડ પાર્ક ફૅસિલિટી તૈયાર કરવામાં આવે તો લોકોને રાહત મળી શકે છે. સમય સાથે સાઉથ મુંબઈમાં વાહનોની વધતી સંખ્યા સામે વર્ષોથી પાર્કિંગની સગવડોમાં કોઈ વધારો થયો નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK