સાઉથ મુંબઈમાં બેસ્ટની વીજપુરવઠો પૂરો પાડવાની મોનોપૉલીનો અંત

આગામી થોડા સમયમાં ૩૦૦ યુનિટથી વધારે વીજળી વાપરનારા કસ્ટમરો તાતા પાવરની વીજળી લેતા થઈ જશે એને કારણે જે કસ્ટમરો રહેશે તેમના પર ક્રૉસ સબસિડીના ભારણનો વધુ બોજો આવશે : બેસ્ટની ટ્રાન્સપોર્ટ ડિવિઝનની ખોટ પણ તેમની પાસેથી જ સરભર થશેસુપ્રીમ કોર્ટે સાઉથ મુંબઈમાં બેસ્ટની વીજપુરવઠો પૂરો પાડવાની મોનોપૉલીનો અંત લાવી દેતાં બેસ્ટની હાલત આગામી દિવસોમાં ખરાબ થવાની છે, કારણ કે એના પર આશરે ૩૧૦૦ કરોડ રૂપિયાની લોન છે અને દર મહિને એને આ લોનપેટે ૨૬ કરોડ રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવું પડે છે. વળી બેસ્ટના ટ્રાન્સપોર્ટ ડિવિઝનની ખોટને વીજળીના કસ્ટમરો પાસેથી વસૂલ કરવામાં આવે છે એથી બેસ્ટમાં જે કસ્ટમરો રહેશે તેમના પર વધુ ભારણ આવશે.

બેસ્ટની મોનોપૉલી તૂટતાં હવે તાતા પાવર કોલાબાથી માહિમ અને સાયન સુધીના વિસ્તારમાં વીજપુરવઠો પૂરો પાડી શકશે. જોકે એ માટે એણે નવા કેબલો નાખવા પડશે અને નવાં સબ-સ્ટેશનો બનાવવાં પડશે. હાલમાં એકાએક કસ્ટમરો સ્વિચઓવર નહીં થાય, પણ એક વખત આ પ્રક્રિયા શરૂ થતાં ૩૦૦ યુનિટ કે એથી વધારે વીજળી વાપરતા લોકો તાતા પાવરની વીજળી ખરીદતાં થઈ જશે.

બેસ્ટ અને તાતા પાવરના યુનિટદીઠ વીજળીના ભાવમાં આશરે ત્રણ રૂપિયાનો ફરક રહેવાનો હોવાથી તાતા પાવરનું કનેક્શન લેનારા કસ્ટમરોને ફાયદો થવાની ધારણા છે. ૩૦૦ યુનિટ સુધી વીજળી વાપરનારા કસ્ટમરોને મહિને ૫૦૦ રૂપિયા અને ૩૦૦ યુનિટથી વધારે વીજળી વાપરનારા કસ્ટમરોને એનાથી પણ વધારે ફાયદો થશે. જોકે શરૂમાં માત્ર નવાં બિલ્ડિંગો, કમર્શિયલ કૉમ્પ્લેક્સ અને મૉલમાં તાતા પાવર સબ-સ્ટેશન નાખશે જેથી વધુ વીજળી વાપરનારા કસ્ટમરો એની પાસેથી વીજળી ખરીદશે. એ પછી નાના કસ્ટમરો પણ તાતા પાવરમાં સ્વિચઓવર થશે એવી ધારણા છે.

પ્રૉબ્લેમ ક્યાં છે?

હાલમાં બેસ્ટ સાઉથ મુંબઈમાં વીજળી આપવા ઉપરાંત બસ-સર્વિસ દોડાવે છે. ટ્રાન્સપોર્ટ એકમ ખોટમાં રહે છે અને એથી ખોટને સરભર કરવા માટે વીજળીના કસ્ટમરો પર ટ્રાન્સપોર્ટ ડેફિસિટ લૉસ રિકવરી (TDLR) નાખે છે અને એમ હિસાબ સરભર કરે છે. આને ક્રૉસ-સબસિડી કહેવામાં આવે છે. બેસ્ટના આશરે ૧૦ લાખ વીજળી કસ્ટમરો છે એમાંથી ૬૫ ટકા એટલે કે ૬.૫૬ લાખ કસ્ટમરો ૩૦૦ યુનિટથી ઓછી વીજળી વાપરે છે. આ કસ્ટમરો તાતા પાવરમાં જતા રહે તો બેસ્ટને એટલી અસર નહીં થાય, કારણ કે ૩૦૦થી ૫૦૦ યુનિટ્સ વીજળી વાપરનારા કસ્ટમરો પાસેથી જ બેસ્ટને વધારે આવક મળે છે.

શરૂમાં તકલીફ થશે

બેસ્ટના જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ કહ્યું હતું કે ‘આગામી ત્રણથી ચાર વર્ષમાં ઊભાં થનારાં નવાં બિલ્ડિંગોમાં તાતા પાવર વીજળી પૂરી પાડશે. હાલમાં બેસ્ટ તમામ કસ્ટમરો પાસેથી ક્રૉસ સબસિડીનો લાભ લે છે, પણ મોટા કસ્ટમરો જતા રહેશે તો નાના કસ્ટમરો પર ભારણ વધશે. શરૂનાં વર્ષોમાં અમને આના કારણે તકલીફ પડશે.’

જોકે પાવર ક્ષેત્રના અનુભવીઓ કહે છે કે તાતા પાવરના આગમનથી TDLR ચૂકવતા કસ્ટમરોની સંખ્યા ઘટી જશે. આથી બેસ્ટને ખરી પરેશાની સતાવશે. જે કસ્ટમરો એની પાસે રહેશે તેમની પાસેથી જ એને આ રકમ વસૂલ કરવી પડશે અને આમ વધુ ભારણ આવતાં લોકો તાતા પાવર ભણી જતા રહેશે.

લોનનો બોજો

બેસ્ટે કુલ ૩૧૦૦ કરોડ રૂપિયા લોનપેટે લીધા છે જેમાં ૧૬૦૦ કરોડ રૂપિયા તો મુંબઈ સુધરાઈએ આપ્યા છે. બાકીના રૂપિયા વિવિધ બૅન્કો પાસેથી લેવામાં આવ્યા છે. આના વ્યાજરૂપે દર મહિને ૨૬ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. આ લોનનો બોજો બેસ્ટ માટે મુસીબત બની રહેશે. જોકે જનરલ મૅનેજર ઓ. પી. ગુપ્તાએ કહ્યું હતું કે લોન લેવી એ તો રૂટીન પ્રોસેસ છે.

બેસ્ટને દર મહિને એના ૪૭,૦૦૦ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ૧૬૦ કરોડ રૂપિયાની જરૂર રહે છે અને ઘણી વાર આ રકમ પણ બેસ્ટ પાસે નથી હોતી. વળી બેસ્ટના ખર્ચ પણ વધતા જાય છે. ૨૦૧૨-’૧૩માં ખર્ચ ૧૪૭૦ કરોડ રૂપિયા હતો એ ૨૦૧૩-’૧૪માં વધીને ૧૫૬૬ કરોડ રૂપિયા થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK