સાઉથ બૉમ્બે ગળથૂથીમાં છે

જન્મથી જ ચોપાટીની સામે આવેલા ‘ચોપાટી વ્યુ’ અપાર્ટમેન્ટમાં રહેનારા ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર અને પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કહે છે કે શિફ્ટ થવાનું આવે તો હું ગુજરી જ જાઉં

rajendra-butalaમારો જન્મ બાબુલનાથ પાસેની ડૉ. અતુલ મહેતાની હૉસ્પિટલમાં થયો. ગામદેવીમાં ચિલ્ડ્રન્સ ઍકૅડેમીમાં ભણ્યો, એચ. આર. કૉલેજમાં મેં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં મેં માસ્ટર્સ કયુંર્. સાઉથ મુંબઈમાં જ શીલા મહેતા (હવે બુટાલા) નામની એક જૈન છોકરી સાથે પ્રેમ થયો અને પછી તેની જ સાથે મૅરેજ કર્યા. આ જ સાઉથ મુંબઈમાં મને બે બાળકોના પપ્પા બનવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ જ સાઉથ મુંબઈમાં રહેતાં-રહેતાં મેં શિવમ પ્રોડક્શન નામની મારી એન્ટરટેઇનમેન્ટ કંપની થકી લોકચાહના કમાઈ. ટૂંકમાં કહું તો હું સાઉથ મુંબઈમાં જ જન્મ્યો અને આજે પણ એ સાઉથ મુંબઈમાં રહું છું. ઘર પણ એનું એ જ છે. ચોપાટીની સામે આવેલા ‘ચોપાટી વ્યુ’ અપાર્ટમેન્ટમાં. સાઉથ મુંબઈ મારી આંખ સામે ઊછર્યું છે એવી જ રીતે હું પણ એની આંખ સામે ઊછર્યો છું એવું કહું તો કંઈ ખોટું નથી. જો આ સાઉથ મુંબઈ છોડીને મારે બીજે ક્યાંય રહેવા જવાનું બને કે સબર્બમાં શિફ્ટ થવાનું થાય તો હું ચોક્કસપણે ગુજરી જાઉં એમાં કોઈ મીનમેખ નથી, કારણ કે સાઉથ મુંબઈ મારી ગળથૂથીમાં છે.

ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી દાયકાઓથી શિફ્ટ થઈને સબર્બમાં ચાલી ગઈ છે. નેવું ટકા ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ સબર્બમાં ચાલ્યા ગયા છે. મને પણ મારા મિત્રો અને હિતેચ્છુઓ સબર્બમાં આવી જવાની સલાહ આપે છે, પણ મારું મન નથી માનતું. મને ક્યારેય નથી લાગતું કે હું આ એરિયા છોડીને બીજે ક્યાંય શાંતિથી રહી શકું. ખપ પૂરતું ક્યાંય જવું પડે તો હું જાઉં અને પછી પાછો સાઉથ મુંબઈમાં આવી જાઉં.

સાઉથ મુંબઈની કોઈ એક વાત મને બેસ્ટ લાગતી હોય તો એ અહીંનું ફૂડ છે. સાઉથ મુંબઈ જેવું વૈવિધ્યસભર ફૂડ આખા મુંબઈમાં ક્યાંય ખાવા ન મળે અને એ પણ પાછું એકદમ રિયલ ટેસ્ટનું. ચોપાટી પર સુખસાગરની પાંઉભાજી ખાઓ કે પછી સ્ટેટસની ગુજરાતી થાળી ખાઓ. તાજ-ઑબેરૉય તો ફૂડ માટે ફેમસ છે જ, પણ એ સિવાય પણ બીજી કોઈ રેસ્ટોરાંમાં જાઓ કે લારીગલ્લા કે ખૂમચાવાળાને ત્યાં ખાઈ લો; સાઉથ મુંબઈનું ફૂડ રીતસર તમને જુદું લાગશે. હું તો મારા યારદોસ્તોને ખાસ સાઉથ મુંબઈમાં જમવા બોલાવતો રહું છું. જો તેમને ક્યાંય સબર્બમાં મળી ગયો હોઉં તો ખાસ ઊંચકીને સાઉથ મુંબઈ લઈ આવું અને પછી અહીં જમાડીને પાછા રવાના કરું. સાઉથ મુંબઈમાં દેશભરના લોકો રહેતા હોવાથી બન્યું છે એવું કે એ બધાનું ફૂડ આ એરિયામાં ઈઝીલી અવેલેબલ છે જે મારા જેવા સ્વાદના શોખીનો માટે આર્શીવાદસમું છે.

સાઉથ મુંબઈની બીજી કોઈ ખાસિયત હોય તો એ અહીંની ચોખ્ખાઈ અને સ્વચ્છતા. બને કે કદાચ મોસ્ટ વીવીઆઇપી કૅટેગરીના લોકો આ વિસ્તારમાં રહેતા હોવાથી આ એરિયાની વધુ કૅર કરવામાં આવતી હોય, પણ અલ્ટિમેટલી ફાયદો તો અહીંના લોકોને જ થાય છે. રોડ એકદમ પહોળા અને મસ્ત મજાના છે એ આ વિસ્તારનો દેખીતો એવો બીજો વધારાનો બેનિફિટ છે. હું દાવા સાથે કહી શકું કે સાઉથ મુંબઈ જેવા રસ્તા આખી મુંબઈના બીજા એક પણ સબર્બમાં નથી. વૉટર-બ્લૉકેજનો જે પ્રશ્ન આખા મુંબઈને સતાવે છે એનું સૌથી ઓછું પ્રમાણ, સાવ નહીંવત્ કક્ષાનું સાઉથ મુંબઈમાં છે. એની પાછળનું કારણ એ છે કે આ એરિયાનું પ્લાનિંગ પર્ફેક્શનના આગ્રહી એવા બ્રિટિશરો દ્વારા થયું હતું, જ્યારે બાકીના એરિયા મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ડેવલપ થયા છે. નાટકો માટે હું તો દુનિયાભરમાં ફર્યો છું. સાઉથ મુંબઈ મને અમુક અંશે બ્રિટનનો જ એક ભાગ લાગે છે જે હજી સુધી જળવાયેલો રહ્યો છે.

એચ.આર. કૉલેજ = હસ્સારામ રીજુમલ કૉલેજ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK