આત્મહત્યા કરવા ૧૫ માળના બિલ્ડિંગ પર ચડી ગયેલી યુવતીનો ખેતવાડીમાં 2 કલાકનો ગજબ ડ્રામા

સોનિયા ચૌધરી નામની આ યુવતીએ પૅરાપેટ પર ઘણી વાર ચડઊતર કરી એટલું જ નહીં, પોતાનું કાંડું પણ કાપી નાખ્યું : તે કૂદકો મારવાની તૈયારીમાં હતી ત્યારે જ તેના એક ફ્રેન્ડે તેને પાછી ખેંચી લીધી






ચેતના યેરુણકર અને બિપિન કોકાટે


ખેતવાડી  ૯મી ગલીમાં આવેલા ૧પ માળના શ્રીપતિ કૅસલ બિલ્ડિંગની ટેરેસ પર ગઈ કાલે બપોરે આશરે બે કલાક ચાલેલા એક આત્મહત્યાની કોશિશના ડ્રામાને કારણે લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા. એના થકી વિસ્તારમાં ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને લોકોને શરૂઆતમાં તો ખબર જ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. આ બિલ્ડિંગની આસપાસનાં બિલ્ડિંગોમાંથી જ્યારે એક યુવતીને આત્મહત્યા કરવા માટે ટેરેસ પર ઊભેલી જોઈ ત્યારે તેને નીચે ઊતરી આવવા બૂમાબૂમ થવા લાગી અને એ પછી લોકો એકઠા થવા માંડ્યા અને એ પછી આખો વિસ્તાર જાણે એક યુવતીને બચાવવાના કાર્યમાં લાગી ગયો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી બસોના ડ્રાઇવરો પણ એને જોવા ઊભા રહી ગયા હતા અને તમાશાને તેડું ન હોય એમ લોકો મધપૂડાની જેમ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભેગા થયા હતા.

એક અજાણી યુવતી બિલ્ડિંગની ટેરેસ પર ધોળેદિવસે જતી રહી. તે કોણ હતી અને કોના ઘરે ગઈ હતી એની પણ કોઈને ખબર નહોતી. આ યુવતી પણ આ બિલ્ડિંગમાં કોઈને ઓળખતી નહોતી. જોકે એ યુવતી હવે ફેમસ બની ગઈ છે. ૨૬ વર્ષની સોનિયા ચૌધરી નામની યુવતી નાલાસોપારામાં રહે છે. આ આખો ડ્રામા કેવી રીતે ભજવાયો એની વિગત નીચે મુજબ છે :

૧. બપોરે ૩.૦૦

૨૬ વર્ષની સોનિયા ચૌધરી આ બિલ્ડિંગની ટેરેસ પર ઊભી હતી અને  તેણે આત્મહત્યા કરવા માટે નીચે પડતું મૂકવાની તૈયારી કરી હતી. તે આશરે ૨.૧૫ વાગ્યે બિલ્ડિંગમાં આવી હતી અને બિલ્ડિંગના લિફ્ટમૅન એસ. ચંદ્રકાન્તને સાતમા માળે છોડવા કહ્યું. લિફ્ટમૅને તેને ત્યાં છોડી દીધી. એ માળે એક ફ્લૅટ હતો અને એ બંધ જ રહેતો હતો.

જોકે એ ઘટના બાદ ચંદ્રકાન્તે કહ્યું હતું કે ‘મેં તેને અગાઉ ક્યારેય જોઈ નહોતી. મને એમ લાગ્યું હતું કે એ પ્રાઇવેટ ટ્યુશન માટે આવી હશે. તેને સાતમા માળે છોડીને હું ફરી ઉપર એ જોવા ગયો કે તે ત્યાં છે કે નહીં, પણ તે મને ન દેખાઈ એટલે લાગ્યું કે કદાચ નીચે ઊતરી ગઈ હશે. હું નીચે આવીને મારી ડ્યુટી બજાવવા લાગ્યો હતો.’

૨. બપોરે ૩.૧૦

એક યુવતીને ટેરેસ પર ઊભેલી અને કૂદકો મારવાની તૈયારી કરતી જોતાં લોકો ટેન્શનમાં આવી ગયા હતા. લોકોએ બૂમાબૂમ કરી એથી લિફ્ટમૅનને કંઈક ગરબડ લાગતાં તે જોવા માટે બહાર આવ્યો. તેણે કહ્યું કે ‘અડધા કલાક પછી આસપાસની બિલ્ડિંગોના લોકોએ મને કહ્યું કે તમારા બિલ્ડિંગની ટેરેસ પર એક છોકરી રડી રહી છે અને તે નીચે કૂદી પડવાની તૈયારીમાં છે. હું તરત બીજા લોકોને લઈને બિલ્ડિંગની ટેરેસ પર ગયો ત્યારે જોયું કે યુવતી ટેરેસ પરથી કૂદકો મારી શકે એ રીતે ઊભી હતી. તે પોતાનાં કાંડાં કાપી રહી હતી. એ વાત દાવાનળની જેમ ફેલાઈ અને ફાયર-બ્રિગેડ અને પોલીસને બોલાવવામાં આવી. નીચે લોકોનું ટોળું જમા થવા લાગ્યું. એને કારણે પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમને ત્યાં પહોંચતાં મોડું થયું.’

યુવતીને કઈ રીતે બચાવી શકાય એ માટે સૌ વિચારતા હતા અને એક વ્યક્તિને ટેરેસ પર એક હૅન્ડબૅગ મળી. એમાં મોબાઇલ ફોન હતો અને છેલ્લો નંબર ત્રણ વાર ડાયલ થયેલો હતો. એ નંબર પર ફોન કરવામાં આવ્યો. તે વ્યક્તિને કહેવામાં આવ્યું કે જે યુવતીનો આ ફોન છે તે આત્મહત્યા કરવા માટે બિલ્ડિંગમાં ચડી છે અને કૂદવાની તૈયારીમાં છે. તેને બચાવવા જલદી આવી જા. તે માણસ થોડી જ વારમાં આવ્યો.

૩. બપોરે ૩.૩૫

યુવતીને બચાવવા પોલીસ અને ફાયર-બ્રિગેડની ટીમ આવી. તેમને જોઈને યુવતી ફરી ટેરેસ પર એકદમ ધાર પર ચાલવા માંડી. જે લોકો ટેરેસ પર પહોંચ્યા હતા તેમણે તેને નીચે ઊતરવા કહ્યું. તેની માગણી પૂરી કરવામાં આવશે એવી ખાતરી પણ આપી. જોકે યુવતી ટસની મસ ન થઈ અને જો કોઈ મારી નજીક આવશે તો હું કૂદકો મારી દઈશ એવી ધમકી આપી. લોકો તેના હાથ પર લોહીના ડાઘ જોતાં ગભરાઈ ગયા હતા.

૪. બપોરે ૩.૪૫

હવે યુવતી છાજલી પર ઊભી રહી ગઈ હતી અને નીચે જોઈને શું કરવું એ વિચારતી હતી. એક યુવાને કહ્યું કે ‘તેને એકદમ છાજલી પરથી નીચે કૂદકો મારવાની કોશિશ કરતી જોઈને હું ડઘાઈ ગયો. તેના હાથ પર લોહીના ડાઘ હતા. તેની પાસે ગોળીની બૉટલ હતી અને એમાંથી અમુક ગોળી તેણે ખાધી હતી. જોકે એ પહેલાં તેણે અમને હિન્દીમાં કહ્યું કે જેને ફોન કરવામાં આવ્યો છે તે યુવાન આવશે તો હું નીચે આવીશ. એ સમયે જેને ફોન કરવામાં આવ્યો હતો તે યુવાન ત્યાં આવ્યો. જોકે તેને જોઈને પણ તે નીચે ન ઊતરી અને ફરી એકદમ નીચે જોઈને પડવાની તૈયારી કરવા માંડી.’

૫. બપોરે ૪.૦૦

યુવતી કૂદવાની તૈયારીમાં જ હતી ત્યારે તેના ફોન પરથી ફોન કરીને બોલાવવામાં આવેલા યુવાને તેને પકડી લીધી હતી અને તે તેને નીચે લઈ આવ્યો. એ પછી પોલીસે તેનો કબજો લીધો અને હૉસ્પિટલમાં મોકલી દીધી.

મહિલા પર ચાલી રહ્યો છે ઉપચાર

પોલીસે યુવતીનું સ્ટેટમેન્ટ લીધું છે. આખું સ્ટેટમેન્ટ લેવાનું બાકી છે, કારણ કે તેની સારવાર કરવી જરૂરી હતી. તેના મિત્રનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. તેણે જ આ યુવતી કોણ છે એ વિશે પોલીસને માહિતી આપી હતી.

આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ-અધિકારી અજિત સુર્વેએ કહ્યું હતું કે ‘એની સારવાર ચાલી રહી છે એથી એનું નિવેદન લેવાયું નથી. તેણે શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો એની જાણ થઈ નથી. બિલ્ડિંગના લોકો પણ તેને ઓળખતા નથી.’

જોકે સૂત્રોએ કહ્યું હતું કે યુવતી પરણેલી છે અને તેના પતિ સાથેના સંબંધોથી કંટાળી ગઈ છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK