બદનામ કામાઠીપુરાનો કાયાકલ્પ થશે

બાવન એકરમાં ફેલાયેલા આ બદનામ વિસ્તારમાંથી રેડ લાઇટ એરિયાને બાકાત રાખવામાં આવ્યો છે, પરંતુ લૅન્ડલૉર્ડ્સ આગળ ઉપર વિચારશે : સોશ્યલ વર્કરોનું માનવું છે કે સેક્સ-વર્કરોને અન્યાય કરીને બિલ્ડિંગોના માલિકો માલદાર બનશે


kamathipura


વરુણ સિંહ

મુંબઈમાં વધુ એક મનીમેકિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને આ વખતે  રેડ લાઇટ એરિયા તરીકે ઓળખાતા કામાઠીપુરાનો કાયાકલ્પ થવાનો છે. કુલ બાવન એકરમાં ફેલાયેલો આ એરિયા રંગીન રાતો માટે જાણીતો છે. એમાં આશરે ૫૦૦ લૅન્ડલૉર્ડ્સનાં ૫૫૦ જેટલાં બિલ્ડિંગો અને ૩૫૦૦થી વધુ ટેનન્ટ્સ છે. જોકે યોજના પ્રમાણે બાવન એકરમાંથી એકથી ૧૬ લેનનું રીડેવલપમેન્ટ થશે અને હાલમાં જ્યાં કમર્શિયલ દેહવ્યવસાય ચાલે છે એ આઠ એકર એરિયાને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

હાલમાં રેડ લાઇટ એરિયાની વાત નથી


આ એરિયામાં સક્રિય બિનસરકારી સંગઠનોએ કહ્યું હતું કે ૨૦૧૦ સુધી આ બદનામ વિસ્તારમાં ૨૦૦૦થી વધુ સેક્સ-વર્કર્સ હતી એ હવે ઘટીને માંડ પાંચસો છે અને બિલ્ડિંગોના માલિકો હવે વેશ્યાવ્યવસાય સાથે સંકળાયેલી મહિલાઓને તેમના પરિસરોમાંથી બહાર કાઢી રહ્યા છે એથી સમગ્ર કામાઠીપુરાના રીડેવલપમેન્ટમાં કોઈ અડચણ આવે એવું નથી લાગતું, પરંતુ સેક્સ-વર્કરોને અન્યાય થશે. જોકે કામાઠીપુરા લૅન્ડલૉર્ડ અસોસિએશનના દાવા પ્રમાણે અમે આ વિસ્તારના સેન્ટ્રલ પાર્ટના રીડેવલપમેન્ટની યોજનામાં છીએ અને જે બિલ્ડિંગોમાં સેક્સ-વર્કર્સ રહે છે એ બિલ્ડિંગોને યોજનામાં સામેલ નથી કર્યા.

કન્સલટન્ટ માટે ટેન્ડરો બહાર પડ્યાં


ગઈ કાલે લૅન્ડલૉર્ડ અસોસિએશને આ એરિયાના રીડેવલપમેન્ટમાં મદદ કરી શકે એવા પ્રોજેક્ટ મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ માટેનાં ટેન્ડર્સ બંધ કવરમાં ઇન્વાઇટ કર્યા હતાં. આ માટેની મુદત પખવાડિયાની છે, પરંતુ પહેલા જ દિવસે પાંચથી છ ઇન્ક્વાયરી આવતાં અસોસિએશનનો ઉત્સાહ વધ્યો છે.

રીડેવલપમેન્ટની યોજના શું છે?

અસોસિએશનનો હેતુ વિવિધ ક્લસ્ટર્સના વારાફરતી રીડેવલપમેન્ટનો છે. આ અસોસિએશનના પ્રમુખ એસ. ચન્નાએ કહ્યું હતું કે ‘પહેલાં તો અમે લેન નંબર ૩, ૪ અને પાંચનું રીડેવલપમેન્ટ કરીશું અને એ જોઈને અન્ય લેનો પણ આકર્ષાશે તો ત્યાં સુધી પણ  આ યોજનામાં ધીમે-ધીમે આગળ વધીશું. જોકે આ યોજનામાં હજી સુધી રેડ લાઇટ એરિયા ગણાતી શુક્લાજી સ્ટ્રીટ, ફારસ રોડ અને અન્ય કેટલીક લેનોનો સમાવેશ નથી થયો.’

સેક્સ-વર્કરો ક્યાં છે?


રેડ લાઇટ એરિયાની બદનામ ગલીઓ વિશે એસ. ચન્નાએ જણાવ્યું હતું કે ‘હવે માંડ ૨૦ ટકા જેટલી સેક્સ-વર્કરો આ એરિયામાં છે, કેમ કે તેમની બીજી પેઢી એજ્યુકેટેડ હોવાથી અહીંથી ચાલી ગઈ છે અને તેઓ તેમની મમ્મીઓને પણ આ અંધેર દુનિયામાંથી બહાર કાઢીને સાથે લઈ ગઈ છે. હવે આ મહિલાઓ પોતાના ભૂતકાળને પાછળ છોડી દઈને સારી જિંદગી વિતાવી રહી છે.’

અસોસિએશન કામાઠીપુરાનું રીડેવલપમેન્ટ માટે ત્રણથી ચાર ડેવલપરો સાથે મળીને કરે એવું ઇચ્છે છે. એસ. ચન્નાએ કહ્યું હતું કે ‘રહેવાસીઓ મોટાં ઘર ઇચ્છે છે જે તેમને મળશે એવી ખાતરી અમે આપ્યા બાદ તેઓ ખુશ છે. આ રીતે બધાં રીડેવલપમેન્ટ ઇચ્છે છે.’

જોકે રહેવાસીઓ આ એરિયાનું નામ બદલવા નથી ઇચ્છતા, કેમ કે રીડેવલપમેન્ટ બાદ કામાઠીપુરા સાથે જોડાયેલી બદનામી પણ ધ્વસ્ત થશે એમ તેઓ માને છે.

દાવા હકીકતોથી વેગળા?

બીજા પક્ષે સોશ્યલ ઍક્ટિવિસ્ટ્સ માને છે કે આ માતબર યોજનાથી કેટલીયે સેક્સ-વર્કરોના આશિયાના છીનવાશે. સેક્સ-વર્કરોના ઉદ્ધાર માટે કાર્યરત સંગઠન આશાના ઍક્ટિવિસ્ટ સંજય શિંદેએ કહ્યું હતું કે ‘રીડેવલપમેન્ટથી લૅન્ડલૉર્ડ્સને ફાયદો જ ફાયદો છે એથી તેમણે કેટલીયે મહિલાઓને કાઢી મૂકી છે. આ કારણે જ સેક્સ-વર્કરોની સંખ્યા અચાનક ઘટી ગઈ છે. માત્ર ગણીગાંઠી સેક્સ-વર્કરો જ આ એરિયાની ટેનન્ટ છે. મોટા ભાગની લૅન્ડલૉર્ડ્સ પાસેથી જગ્યા ભાડે રાખીને અને મોટી રકમની ડિપોઝિટ ચૂકવીને વ્યવસાય ચલાવે છે. મોટા ભાગની સેક્સ-વર્કરો સારી જિંદગી જીવી રહી હોવાના દાવા પણ હકીકતથી વેગળા છે, કેમ કે તેઓ ઝૂંપડપટ્ટીઓમાં રહેવા મજબૂર છે અને તેઓ સાંજે આ વિસ્તારમાં આવીને રાતભર પોતાનો વ્યવસાય કરે છે. કેટલીયે સેક્સ-વર્કરો તો મુંબઈમાં રહેવાનું પરવડતું ન હોવાથી તળોજા સહિતના દૂરના વિસ્તારોમાં રહેવા ચાલી ગઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK