ભરરસ્તે ભરદિવસે પરેડની પ્રૅક્ટિસ : જુઓ કયા રસ્તાઓ બંધ રહેશે

મરીન ડ્રાઇવ પર ગણતંત્ર દિનની તૈયારી ચાલી રહી હોવાથી આ અઠવાડિયે સાઉથ મુંબઈમાં થશે ટ્રાફિક જૅમ




દરરોજ સવારે ચર્ચગેટ કે નરીમાન પૉઇન્ટ તરફ જવા માગતા વાહનચાલકો તથા સ્ટુડન્ટ્સે સમગ્ર સપ્તાહ દરમ્યાન ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડવાની છે, કારણ કે દિલ્હીના રાજપથની જેમ મુંબઈના મરીન ડ્રાઇવ પર આ વર્ષે રિપબ્લિક ડે પરેડનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. રોડ પર દરરોજ કરવામાં આવતી પરેડની પ્રૅક્ટિસને કારણે વાહનચાલકો તથા સ્કૂલ જતા સ્ટુડન્ટ્સને ટ્રાફિકની સમસ્યા નડી રહી છે. રિહર્સલમાં મુંબઈ પોલીસ, આમ્ર્ડ ફોર્સિસ તથા વિવિધ સ્કૂલનાં બાળકો ભાગ લઈ રહ્યાં છે.

ગઈ કાલથી રિહર્સલની શરૂઆત થઈ હતી જે કાર્યક્રમના અંત સુધી ચાલશે. દરરોજ વહેલી સવારે ૬ વાગ્યે પ્રૅક્ટિસ શરૂ થઈ જશે અને બપોર સુધી ચાલશે. ટ્રાફિકની ખરાબ પરિસ્થિતિને કારણે પહેલા જ દિવસે બાળકો સવારે ૯.૩૦ને બદલે ૧૧ વાગ્યે સ્કૂલ પહોંચ્યાં હતાં. એ જ પ્રમાણે ઑફિસ જનારા લોકો પણ મોડા પડ્યા હતા. ક્વીન્સ નેકલેસ રોડની ત્રણ લેન પર રિહર્સલ ચાલે છે અને માત્ર જમણી તરફની એક લેન વાહન માટે ખુલ્લી રાખવામાં આવી છે, જે પીક-અવર્સ માટે ઘણી ઓછી છે. વધુમાં કેટલીક જગ્યાએ રોડને ખોદી નાખવામાં આવ્યો છે. પોલીસે કેટલાક રોડ પર પાર્કિંગ પર પ્રતિબંધ મૂક્યો છે તો કેટલીક લેનને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવી છે.



૨૪ જાન્યુઆરી સુધી આ રસ્તા સવારે છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી બંધ રહેશે. ૨૬ જાન્યુઆરીએ આ રસ્તા સવારે ચાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બંધ રહેશે.


જોકે ગઈ કાલે મચેલી અફરાતફરીને જોતાં મુંબઈ ટ્રાફિક-પોલીસે આગામી બે દિવસ માટેના રિહર્સલ-શેડ્યુલમાં થોડા ફેરફાર કર્યા છે. મુંબઈ ટ્રાફિક-પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સાઉથ) એસ. નીલેવાડે કહ્યું હતું કે આગામી બે દિવસ દરમ્યાન પરેડ ઍર ઇન્ડિયા બિલ્ડિંગથી શરૂ થઈને નૅશનલ સેન્ટર ફૉર પફોર્ર્મિંગ આર્ટ્સ સુધી જશે.


તસવીરો : બિપિન કોકાટે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK