મિડ-ડે ઈમ્પેક્ટ : ઑપેરા હાઉસની તૂટેલી પોલીસ-ચોકીની જગ્યાએ નવી ચોકી

મિડ-ડે LOCALના અહેવાલનો પડ્યો પડઘો : પીવાનું પાણી, પંખો, લાઇટ જેવી ઘણી સુવિધાઓ એમાં છે : મુખ્ય જંક્શન પર ડ્યુટી કરતી ટ્રાફિક-પોલીસે હવે ઘણાં વર્ષોથી કથળેલી હાલતવાળી ચોકીમાં બેસવું નહીં પડે


પ્રીતિ ખુમાણ

ઑપેરા હાઉસ જંક્શન પર આવેલો સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ એવો પરિસર છે જ્યાં હંમેશાં વધુ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે. એમ છતાં ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતી પોલીસને બેસવા માટેની પોલીસ-ચોકીની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી આ પોલીસ-ચોકી આવી જ હાલતમાં હોવાથી ત્યાં ફરજ બજાવતા પોલીસો ભારે હેરાન થતા હતા. આ વિશે ક્યારેય કોઈએ ધ્યાન આપ્યું નહોતું, પણ મિડ-ડે LOCALના અહેવાલનો એવો પડઘો પડ્યો કે થોડા જ દિવસમાં ત્યાં નવી પોલીસ-ચોકી આવી ગઈ છે. આ પોલીસ-ચોકીમાં દરેક પ્રકારની સુવિધા પણ આપવામાં આવી છે.

ઑપેરા હાઉસ થિયેટર સામે લગભગ પચીસ વર્ષ જૂની ટ્રાફિક-પોલીસની ચોકી આવેલી હતી. આ પોલીસ-ચોકીની હાલત એટલી કથળેલી છે કે બપોરના સમયે પોલીસ-ચોકીની બહાર બેસીને ટ્રાફિક-પોલીસે અમુક વાર ફરજ બજાવવી પડતી હતી. એમ છતાં તેઓ નાછૂટકે આવી ચોકીમાં બેસીને કામ કરતા હતા. આ અહેવાલ મિડ-ડે LOCALમાં પ્રગટ થતાં ત્યાં તરત જ સુવિધા ધરાવતી નવી પોલીસ-ચોકી બેસાડવામાં આવી છે એટલે ફરજ બજાવતા પોલીસોને પણ ખૂબ રાહત મળી છે.

ધન્યવાદ આપતાં નામ ન આપવાની શરતે ફરજ બજાવતા એક ટ્રાફિક-પોલીસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે વિચાર્યું પણ નહોતું કે એક અહેવાલની આટલી જલદી અસર થશે. છેલ્લાં પચીસ વર્ષ કરતાં વધારે વર્ષથી જૂની પોલીસ-ચોકીની એટલી ખરાબ હાલત હતી કે અમે શાંતિથી થોડી વાર બેસી પણ શકતા નહોતા. ખાસ કરીને વરસાદના સમયે તો પાણી ચોકીની અંદર ઘૂસી જતું હતું. એમાં હાલમાં તો ઉનાળાનો સમય છે એટલે બપોરના સમયે તો અમારી કફોડી હાલત થઈ જતી હતી. હવે નવી ચોકી આવતાં અમે મિડ-ડે LOCALને ધન્યવાદ આપીએ છીએ.’

નવી પોલીસ-ચોકી વધુ સુવિધા ધરાવતી છે એમ જણાવતાં તેણે કહ્યું હતું કે ‘આ નવી ચોકીમાં ઉપર એક માળ પણ છે, જેમાં પોલીસ થોડી વાર આરામ કરી શકે છે. આ ઉપરાંત પીવાના પાણીની સુવિધા, પંખો, લાઇટ, તડકાથી બચાવતી બ્લૅક ફ્રેમની કાચની વિન્ડો, પોલીસ માટે જુદા-જુદા ડ્રૉઅર જેવી ઘણી સુવિધાઓ આ નવી ચોકીમાં છે. હવે અમે વધુ સારી રીતે અમારી ફરજ બજાવી શકીશું.’

Comments (1)Add Comment
...
written by arvind boricha, March 28, 2014
only midday local can do this type nobody can do its midday impact

Thanks
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK