નેવીને સાઉથ મુંબઈમાં એક ઇંચ જગ્યા પણ નહીં મળે : ગડકરી

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમની જરૂર સીમા પર છે, ત્યાં જાય

gadkari

રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરી નેવી અધિકારીઓના દક્ષિણ મુંબઈમાં રહેવાના આગ્રહને લઈને થોડા નારાજ હોય એવું જણાય છે. તેમણે નેવી અધિકારીઓના ફ્લૅટ-ક્વૉર્ટર્સ માટે પૉશ એવા દક્ષિણ મુંબઈમાં એક ઇંચ જગ્યા પણ નહીં આપવામાં આવે એવું નિવેદન આપ્યું છે.

નીતિન ગડકરીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘નેવીના અધિકારીઓ તેમને દક્ષિણ મુંબઈમાં રહેવા માટે જમીન આપવાની માગણી સાથે મારી પાસે આવ્યા હતા. નેવીની જરૂર બૉર્ડર પર હોય છે જ્યાંથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે. શા માટે નેવીના અધિકારીઓને દક્ષિણ મુંબઈમાં રહેવું છે? હું તેમને એક ઇંચ જગ્યા પણ નહીં આપું. કૃપા કરીને આ વિષય લઈને મારી પાસે ફરીથી ન આવતા.’

વેસ્ટર્ન નેવલ કમાન્ડ ચીફ વાઇસ ઍડ્મિરલ ગિરીશ લુથરાની હાજરીમાં યોજાયેલા એક સમારંભમાં હાજર નીતિન ગડકરીએ ઉક્ત નિવેદન આપ્યું હતું. નેવીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલમાં ફ્લોટિંગ જેટી બાંધવાની પરવાનગી આપવાની મનાઈ કરી એનાથી નારાજ થયેલા નીતિન ગડકરીએ આવું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મલબાર હિલ ખાતે જ ફ્લોટિંગ હોટેલ અને સી-પ્લેન સર્વિસની યોજના તૈયાર કરવામાં આવી છે. નીતિન ગડકરીએ નેવી પર ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘મેં સાંભળ્યું કે નેવીએ હાઈ કોર્ટની પરવાનગી મળી ગઈ હોવા છતાં મલબાર હિલ ખાતે જેટી બાંધવા પર રોક લગાવી છે. નેવીને મલબાર હિલ સાથે શું લેવા-દેવા. ત્યાં રાજ્યના મુખ્ય પ્રધાન અને રાજ્યપાલનાં નિવાસસ્થાન આવ્યાં છે.’

વિકાસકાર્યો સામે અડચણ ઊભી કરવી એ આદત પડી ગઈ હોવાનું જણાવતાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે નેવીને મલબાર હિલ એરિયા જે એક પ્રાઇવેટ રેસિડેન્શિયલ એરિયા છે એનાથી શું લેવાદેવા.

નીતિન ગડકરીએ મુંબઈમાં ફ્લોટિંગ જેટી બાંધવાની પરવાનગી ન આપીને વિકાસમાં અચડણ ઊભી કરવા બદલ નેવીની ટીકા પણ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK