ગિરગામના નવરાત્રિ મંડળ દ્વારા હોમ દરમ્યાન મોદીને PM બનાવવા પ્રાર્થના થશે

ગિરગામની કેળેવાડીમાં ગિરગામ કેળેવાડી ઉત્સવ મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.




બકુલેશ ત્રિવેદી

મુખ્યત્વે મરાઠીઓ અને આજુબાજુમાં રહેતા ગુજરાતીઓ દ્વારા ઊજવવામાં આવતી આ નવરાત્રિ દરમ્યાન આ વર્ષે‍ જે હોમ થવાનો છે એમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને એ માટે પ્રાર્થના કરવામાં આવશે એમ મંડળના પદાધિકારીઓનું કહેવું છે. નરેન્દ્ર મોદી યુવાનોમાં લોકપ્રિય છે અને જે કહે છે એ કરી બતાવે છે એટલે તે વડા પ્રધાન બનવા જોઈએ એવું આ મંડળનું માનવું છે.

‘ગિરગામચી આઈ અંબાબાઈ’ના સ્લોગન સાથે ગિરગામ કેળેવાડી ઉત્સવ મંડળ દ્વારા આ નવરાત્રિનું ૨૧ વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ આયોજન વિશે વધુ માહિતી આપતાં મંડળના સેક્રેટરી અજય પવારે કહ્યું હતું કે ‘દર વર્ષે‍ અમે અલગ-અલગ ડેકોરશનની થીમ બનાવીએ છીએ. આ વર્ષે‍ બાણગંગા સ્થિત ઇસ્કૉન મંદિરની પ્રતિકૃતિ બનાવવાના છીએ. જોકે વર્ષોથી માતાજીની મૂર્તિ એક જ પ્રકારની સાડાછ ફૂટ ઊંચી હોય છે અને એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. વળી, મૂર્તિ પણ કેળેવાડીમાં રહેતા મૂર્તિકાર ભાગ્યવાન પારકર જ બનાવે છે. નવરાત્રિના બે દિવસ દરમ્યાન ગરબા અને દાંડિયા, એક દિવસ હોમ ને એક દિવસ ગોંધળ, એક દિવસ ભજન એમ વિવિધ પ્રકારે મા આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં વિકાસ કર્યો છે. તેમનો યુવાનો પર પ્રભાવ છે અને તે વડા પ્રધાન માટે યોગ્ય ઉમેદવાર છે એવું અમારું માનવું છે. એથી અમે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બને એવું ઇચ્છીએ છીએ. એ માટે આ વર્ષે‍ હોમ દરમ્યાન અમે તેઓ વડા પ્રધાન બને એવી માતાજીને પ્રાર્થના કરવાના છીએ.’   

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK