નાયર હૉસ્પિટલની બહારનો પરિસર થઈ ગયો રામભરોસે

ફેરિયાઓએ હૉસ્પિટલની બહારનો પરિસર પચાવી પાડ્યો છે અને ટૅક્સીઓ પણ રસ્તો રોકી રાખે એવી રીતે ઊભી રહે છે જેથી ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સને અવરજવરમાં પ્રૉબ્લેમ થઈ શકે



સાઉથ મુંબઈમાં આવેલી સુધરાઈની જાણીતી હૉસ્પિટલ અને મોટા ભાગના ગુજરાતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નાયર હૉસ્પિટલના બહારના પરિસરની નવાઈ લાગે એવી હાલત થઈ ગઈ છે. હૉસ્પિટલની બહાર આવેલા આખા પરિસરમાં મનફાવે ત્યાં ફેરિયાઓ ધંધો નાખીને બેસી ગયા છે એટલે લોકોની અવરજવર પર એની અસર થાય છે. એ સાથે હૉસ્પિટલ પાસે ટૅક્સીઓ પણ રસ્તો રોકી રાખે એવી રીતે ઊભી રહે છે જેથી ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સને અવરજવરમાં પ્રૉબ્લેમ થઈ શકે છે. એમ છતાં સુધરાઈ આ બધી બાબતો સામે યોગ્ય ધ્યાન ન આપતી હોવાનો લોકોનો આક્ષેપ છે.

નાયર સુધરાઈની એવી હૉસ્પિટલ છે જેમાં મધ્યમ વર્ગના લોકો વધુ આવતા હોય છે. કોઈ અકસ્માત થાય તો મોટા ભાગે જખમી વ્યક્તિને નાયર હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. આ ઉપરાંત ઓછા ખર્ચે સારવાર લેવા લોકો આ હૉસ્પિટલમાં જ આવે છે. જોકે છેલ્લા ઘણા વખતથી હૉસ્પિટલની બહાર મનફાવે એમ ફેરિયાઓ ખાણી-પીણીનો ધંધો ખોલીને બેસી ગયા છે. હૉસ્પિટલની બહાર આવી રીતે રસ્તા પર ખાણી-પીણી વેચવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે છતાં તેમના પર કાર્યવાહી કરીને તેમને ત્યાંથી દૂર કરવામાં કેમ નથી આવતા? આ સાથે ફેરિયાઓ ત્યાં ગંદકી પણ ખૂબ કરે છે જેથી મચ્છર પણ હોય છે.

હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા અને પાસે આવેલા વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટિઝને આ વિશે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારો આખો પરિવાર આ જ હૉસ્પિટલમાં સારવાર લેવા આવે છે. જોકે છેલ્લા ઘણા વખતથી સુધરાઈ આ હૉસ્પિટલ સામે યોગ્ય ધ્યાન આપી ન રહી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે હૉસ્પિટલના મેઇન ગેટ પાસે જોશો તો દિવસે-દિવસે ફેરિયાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. આથી લોકોને અવરજવર કરવામાં અડચણ થાય છે. હું હૉસ્પિટલમાં આવું ત્યારે નજર જાય તો ફેરિયાઓ ખૂબ ગંદકી કરતા હોય છે. હૉસ્પિટલમાં સ્વાસ્થ્ય સારું કરવા લોકો જતા હોય છે અને બહાર જ સ્વાસ્થ્ય ખરાબ કરતી વસ્તુઓ જોવા મળે છે. હૉસ્પિટલમાં કૅન્ટીન આવેલી છે અને લોકોએ જે જોઈતું હોય એ મળી રહે છે તો કયા કારણસર સુધરાઈ ગેટની પાસે ફેરિયાઓને બેસવા દે છે? એ ઉપરાંત ટૅક્સીવાળાઓ પણ ગેટ પાસે જ ઊભા રહે છે એટલે ટ્રાફિક પણ ઘણી વાર જોવા મળતો હોય છે.’

RMOનો પરિસર પણ દયનીય પરિસ્થિતિમાં

નાયર હૉસ્પિટલની અંદર આવેલા RMO (રેસિડેન્શિયલ મેડિકલ ઑફિસર) પરિસરની હાલત પણ ખૂબ કથળેલી જોવા મળી રહી છે. હૉસ્પિટલના મેડિકલ ઑફિસરને રહેવા માટેની જ્યાં જગ્યા છે એના બિલ્ડિંગની પાછળ ડ્રેનેજ લાઇનનું લીકેજ થઈ રહ્યું છે. આ ઉપરાંત ત્યાં કાટમાળના ઢગલા પણ પડ્યા છે એટલે ત્યાં ગંદકી ખૂબ વધી ગઈ છે જેને કારણે મચ્છરનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. આ ગંદકીનું સામ્રાજ્ય મેડિકલ ઑફિસર અને પેશન્ટો માટે બીમારીને આમંત્રણ આપે એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK