નાગદેવી માર્કેટ બનશે હાઈ-ટેક

માર્કેટમાં કૅમેરાથી લઈને ઑનલાઇન ટ્રેડિંગ થાય એ માટેનાં કામ કરશે નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ સુનીલ ગુપ્તા
નાગદેવી માર્કેટ પૂરેપૂરી રીતે હાઈ-ટેક બને જેથી વેપારીઓને દેશભરમાંથી બિઝનેસ મળી રહે. આ માટે આખી માર્કેટમાં CCTV કૅમેરા બેસાડીને એની સુરક્ષા વધારવા જેવાં પ્લાનિંગ કરી રહ્યા છે ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના બહુમતીથી ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ સુનીલ ગુપ્તા.

ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનની ચૂંટણી ૭ જાન્યુઆરીએ યોજાઈ હતી. એ ચૂંટણીમાં બે પૅનલ ઊભી રહી હતી, જેમાં સદ્ભાવના પૅનલમાં તુષાર શાહ અને વિરુદ્ધમાં સુનીલ ગુપ્તા હતા. એમાં સુનીલ ગુપ્તાએ ૧૬૭ મતથી બાજી મારી હતી. ધી ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ અસોસિએશનના નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટે નાગદેવી માર્કેટને આગળ લાવવા શું કરવું એ વિશેનું પ્લાનિંગ મિડ-ડે LOCAL સાથે શૅર કર્યું હતું. જાણીએ તેમનું એ પ્લાનિંગ.

ઑનલાઇન ટ્રેડિંગ

સુનીલ ગુપ્તા ઑનલાઇન ટ્રેડિંગને ખાસ મહત્વ આપવા માગે છે. માર્કેટના નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓ તેમનો બિઝનેસ મુંબઈ કે દેશ પૂરતો નહીં પણ દુનિયાભરમાં કરી શકે એ હેતુથી ઑનલાઈન ટ્રેડિંગ ઉપયોગી નીવડે છે. એ માટે અત્યાધુનિક ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરીને વેપારીઓ ઝડપથી બિઝનેસ કરી શકશે. આ ઉપરાંત ગવર્નમેન્ટના રૂલ્સ, રેગ્યુલેશન અને ગવર્નમેન્ટ સાથે સીધો સંપર્ક સાધી શકે એ માટે ઑનલાઇન ટ્રેડિંગ જરૂરી છે.

ન્ગ્વ્થી વેપારીઓને રાહત

વેપારીઓ માટે લોકલ બૉડી ટૅક્સ (LBT)ને કારણે વેપારીઓ ઘણા હેરાન થયા છે. તેમનું કહેવું છે કે અમે ગવર્નમેન્ટને ટૅક્સ ચૂકવવા તૈયાર છીએ, પણ LBTને કારણે પેપરવર્ક વધી જાય છે એટલે અમે હેરાન થઈએ છીએ. આ ટૅક્સ ગવર્નમેન્ટ વૅટ પર સરચાર્જ તરીકે લે એ માટે અમે તૈયાર છીએ. જો વેપારીઓ આ પેપરવર્કમાંથી બહાર આવશે તો કસ્ટમર્સને સારી સર્વિસ આપી શકશે. એ માટે ઘટતાં પગલાં વિચારવામાં આવી રહ્યાં છે.

માર્કેટમાં CCTV કૅમેરા

સુરક્ષા વધારવા માટે આખી માર્કેટમાં CCTV કૅમેરાની ખાસ જરૂર હોવાથી એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. એ માટે પોલીસ સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવશે.

માર્કેટમાં ઇન્ટરકૉમ

નાગદેવી માર્કેટમાં વેપારીઓ એકબીજા સાથે ઝડપથી વાતચીત કરી શકે એ માટે ઇન્ટરકૉમ બેસાડવામાં આવ્યા છે. આ ઇન્ટરકૉમ દરેક વેપારીની ઑફિસમાં છે. એ માટે વેપારીઓ મહિનાના ૧૭૫ રૂપિયા ચૂકવે છે. જોકે આ સુવિધા માટે વેપારીઓ પાસેથી બે વર્ષના પૈસા ઍડ્વાન્સમાં લેવામાં આવે છે. વેપારીઓને બે વર્ષના એકસાથે લેવાતા પૈસા પરવડતા ન હોવાથી તેમને આ સુવિધામાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળી રહે એ માટેનાં પગલાં વિચારાઈ રહ્યાં છે.

ટ્રાફિક-સમસ્યા

માર્કેટમાં પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી. ટૅક્સી તો અંદર આવી જ નથી શકતી. એમાં વળી ટ્રાફિક-પોલીસનો અભાવ હોવાથી માર્કેટમાં ટ્રાફિકના નિયમનું પાલન થતું નથી. ટ્રાફિકની સમસ્યા ઉકેલાય એ જરૂરી હોવાથી એ માટે પણ પગલાં લેવાશે.

માર્કેટની સુરક્ષા

સુરક્ષાની દૃષ્ટિએ માર્કેટ ખૂબ જ નબળી છે. આ માર્કેટ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટને કરોડો રૂપિયાની રેવન્યુ આપતી હોવા છતાં એની સુરક્ષાના નામે મીંડું છે. માર્કેટમાં ચોરી જેવી ઘટનાઓ બનતી હોવાથી એ અસુરક્ષિત છે. જે માર્કેટ ગવર્નમેન્ટને કરોડો રૂપિયા રળી આપતી હોય એની સુરક્ષાની જવાબદારી શાસનની છે. એ માટે પોલીસ સાથે બેઠક યોજીને પૅટ્રોલિંગ તેમ જ પોલીસ-વ્યવસ્થા માટે વાતચીત કરવામાં આવશે.

વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ

માર્કેટમાં એકતા જળવાઈ રહે એ માટે અવારનવાર સ્પોટ્ર્સ, સાંસ્કિૃતક કે ધાર્મિક કાર્યક્રમ વગેરે થાય એનું પણ ધ્યાન રાખવામાં આવશે.

કસ્ટમર પાસેથી સમયસર પેમેન્ટ

માર્કેટના વેપારીઓ કસ્ટમર પાસેથી સમયસર પેમેન્ટ મળતું ન હોવાથી હેરાન હોય છે. અમુક કસ્ટમરો તો એક વેપારી પાસે ડ્યુ વધી જતાં બીજા વેપારી પાસે ચાલ્યો જાય છે. એમ થતાં માર્કેટના વેપારીઓનો ધંધો ઓછો થાય

છે અને એ પૈસા પણ મળતા

નથી. એથી જે કસ્ટમર પૈસા ન આપે તેને બ્લૅક-લિસ્ટેડ કરીને વેપારીઓને એ વિશે જાણ કરવામાં આવે જેથી આવા બ્લૅક-લિસ્ટેડ કસ્ટમરને બીજા કોઈ વેપારી માલ સપ્લાયન કરે.

માર્કેટની પ્રાથમિક સુવિધા

માર્કેટમાં પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ જોવા મળે છે. સુધરાઈને ટૅક્સ વગેરે આપવામાં આવે છે તો પછી માર્કેટના રસ્તા, લાઇટ, પાણી અને કચરા સામે કેમ એ આંખ આડા કાન કરે છે એ સમજાતું નથી. સુધરાઈ આ બધી બાબત પર ખાસ ધ્યાન આપે એ માટે પગલાં લેવામાં આવશે.

વેપારીઓના પ્રૉબ્લેમનો ઉકેલ

વેપારીઓને બિઝનેસ કરતી વખતે કોઈ પ્રૉબ્લેમ આવે તો એ વિશે અસોસિએશન ધ્યાન આપીને એનો ઉકેલ લાવશે.

વેપારીઓ સીધો સંપર્ક કરે

વેપારીઓને કોઈ સમસ્યા હોય તો તેઓ સુનીલ ગુપ્તાનો સંપર્ક કરી શકે છે. આમ માર્કેટના નવા પ્રેસિડન્ટ સુનીલ ગુપ્તા નાગદેવી માર્કેટમાં ઘણા ફેરફાર કરશે. હવે જોઈએ કે તેઓ તેમના આ કામમાં કેટલા સફળ રહે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK