ચાર મહિનાથી બની રહ્યો છે મસ્જિદ બંદરનો સ્ટેશન રોડ

છેલ્લા ઘણા વખતથી આ રસ્તોબની રહ્યો હોવાથી રાહદારીઓ ને દુકાનદારો પરેશાન



શું આ રસ્તો એવો બનવાનો છે જે દસ વર્ષ ચાલશે? આવો પ્રશ્ન છે મસ્જિદ બંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ પર દુકાન ધરાવતા દુકાનદારો અને રાહદારીઓનો, કેમ કે લગભગ ચાર મહિનાથી આ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે પણ હજી સુધી બન્યો જ નથી. એથી લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોના ધંધા પર સુધ્ધાં એની અસર જોવા મળી રહી છે.

મસ્જિદ બંદર માર્કેટ વિસ્તાર હોવાથી કોઈ પણ સમયે બધા જ વિસ્તારોમાં ભીડ જોવા મળે છે. એમાં છેલ્લા ચાર મહિનાથી રસ્તો ખોદેલો પડ્યો હોય તો આ ભીડમાં અવરજવર કરતા લોકોની કેવી હાલત થતી હશે એ અંદાજ લગાડી શકાય એમ છે. વેસ્ટમાં આખા સ્ટેશન રોડ પર રસ્તો બનાવવાનું કામ એટલું ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે લોકો અને દુકાનદારો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

આ વિશે વધુ માહિતી આપતાં પ્રિન્ટરના કાટ્રર્જિનું કામકાજ કરતા એક દુકાનદારે જણાવ્યું હતું કે ‘ચાર મહિનાથી આ રસ્તા પર ચાલી શકાય નહીં એવી પરિસ્થિતિ છે. આટલા મહિનાઓથી રસ્તો ખોદેલો પડ્યો છે એટલે એટલી તકલીફ થાય છે કે ન પૂછો વાત. વીસ દિવસ થયા હશે આ રસ્તા પર પથ્થરો નાખવામાં આવ્યા છે એટલે ત્રાસ વધુ થઈ ગયો છે, કેમ કે આવા વ્યસ્ત રસ્તા પર હજારો લોકો ચાલે છે એટલે આ પથ્થર તેમના પગમાં વાગતા હોય છે. છેલ્લા ચાર મહિનાથી લોકોને ખૂબ ત્રાસ વેઠવો પડે છે. આ બધાને કારણે અમારા ધંધા પર પણ અસર થઈ રહી છે. પ્રશાસન એવો તો કેવો રસ્તો બનાવી રહી છે કે આટલો સમય લાગે છે? શું આ રસ્તો દસ વર્ષ ચાલવાનો છે તે આટલો સમય લાગી રહ્યો છે?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK