'મિડ-ડે'ના રિપોર્ટરોએ ગેટવે ઑફ ઇન્ડિયા પરિસરની ગંદકી સાફ કરી

મુંબઈગરા ચર્ચગેટમાં આવેલા ઓવલ મેદાનને વલ્ર્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મળે એ માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે બપોરે ચાર વાગ્યે ‘મિડ-ડે’ના બે રિપોર્ટરો વરુણ સિંહ અને ચેતના યેરુણકર વિખ્યાત હેરિટેજ સ્ટ્રક્ચર ગેટવે ઑફ ઇન્ડિયા ગયાં હતાં.



આ ઐતિહાસિક સ્થાપત્યને જોવા માટે દેશ-વિદેશમાંથી લોકો આવતા હોય છે અને તેઓ ત્યાં જ સમુદ્રકાંઠે ચા, કૉફી, આઇસક્રીમ આરોગતા હોય છે અને એ કપ, પ્લાસ્ટિકનો કચરો ત્યાં જ નાખીને ચાલતી પકડતા હોય છે. આ કચરો જોઈને આ રિપોર્ટરોએ કપ ઉપાડવાનું શરૂ કર્યું અને ૨૦ મિનિટમાં ૩૦૦ કપ તેમણે ઉપાડ્યા.






આમ તો કહેવાય છે કે મુંબઈમાં લોકો એકબીજાને મદદ કરવા તૈયાર રહે છે, પણ આ રિપોર્ટરોની મદદે એકાદ જણ સિવાય કોઈ આવ્યું નહીં. કેટલાકને તો નવાઈ લાગી કે સારાં કપડાં પહેરેલાં અને સારા ઘરનાં લાગતાં આ યુવક-યુવતી કેમ કચરો ઉપાડી રહ્યાં છે? કેટલાકે તેમની તસવીરો પણ ખેંચી લીધી.



શું જેને આ સ્થાપત્યની જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે તેઓ આ પરિસરમાં ફેરિયાઓને બેરોકટોક આવતાં અટકાવશે? તસવીરો : દત્તા કુંભાર



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK