આઝાદ મેદાનમાં લૂ લાગવાથી આંગનવાડી કાર્યકરનું મૃત્યુ

ઉફ આ ગરમી : ૪૦.૮૧ ડિગ્રી ઉષ્ણતામાન, દસકામાં મુંબઈએ અનુભવ્યો બીજો સૌથી હૉટ દિવસ

mumbai hit




સાંતાક્રુઝમાં ૪૦.૮૧ ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં ૩૬.૩ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનના વાતાવરણમાં ગઈ કાલે ભરબપોરે આઝાદ મેદાનમાં આંદોલન કરી રહેલા સેંકડો આંગનવાડી કાર્યકરોમાંથી આશા પવાર નામની મહિલા મૃત્યુ પામી હતી. એ મહિલા લૂ લાગવાને કારણે બેભાન થઈ જતાં તેને નજીકની GT હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી હતી.

શહેર અને પરામાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં છેલ્લા એક દાયકામાં માર્ચ મહિનાનું સેકન્ડ હાઇએસ્ટ ઉષ્ણતામાન ગઈ કાલે નોંધાયું હતું. વર્ષ ૨૦૦૫થી ૧૦ વર્ષમાં સૌથી વધારે ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ૧૭ માર્ચ, ૨૦૧૧ના રોજ નોંધાયું હતું. માર્ચ મહિનાનું સદીનું સૌથી વધારે ઉષ્ણતામાન ૪૧.૭ ડિગ્રી સેલ્સિયસ ૨૮ માર્ચ, ૧૯૫૬ના દિવસે નોંધાયું હતું.

અચાનક ગરમી વધવાનાં કારણો વિશે હવામાન વિભાગની મુંબઈ ઑફિસના ડિરેક્ટર રાજીવ નાયરે જણાવ્યું હતું કે ‘આ વર્ષે દરિયા તરફના પવનની દિશા બહુ મોડી ગોઠવાઈ હતી. ખાસ કરીને પૂર્વ તરફના સૂકા પવનો મુખ્યત્વે આ સ્થિતિ માટે જવાબદાર છે. વળી બુધવારે સાંતાક્રુઝમાં હવામાં ભેજ ૪૨ ટકા હતો. આમ તો ભેજનું પ્રમાણ નૉર્મલ ગણાય, પણ એટલા ભેજથી ઉષ્ણતામાનમાં વધારો આક્રમક બન્યો હતો.’

બુધવારે સાંતાક્રુઝમાં લઘુતમ ઉષ્ણતામાન ૨૨.૦ ડિગ્રી સેલ્સિયસ અને કોલાબામાં  ૨૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજીવ નાયરે આવતા બે દિવસ દરમ્યાન ઉષ્ણતામાન વધારે રહેવાની આગાહી કરી છે.

લૂ લાગવા કરતાં વાઇરલ ઇન્ફેક્શન્સ લાગવાની શક્યતા વધારે

હવામાનમાં અચાનક ફેરફારની અસરો વિશે KEM હૉસ્પિટલના પ્રોફેસર ઑફ મેડિસિન ડૉક્ટર મિલિંદ નાડકરે જણાવ્યું હતું કે ‘સૂકી ગરમી હોય તો લૂ લાગે, પણ હવામાં ભેજ વધારે હોવાથી એવી શક્યતા ઓછી રહે છે. શરીરમાં ડીહાઇડ્રેશન અને સોડિયમનું પ્રમાણ ઘટી જવાને કારણે ગળે શોષ પડતાં ઠંડાં પીણાં અને જૂસ પીવા માટે લોકોનો ધસારો થશે. એને લીધે પેટના રોગો અને ઇન્ફેક્શન્સ ખાસ કરીને વાઇરલ ઇન્ફેક્શન્સ થવાની શક્યતા વધી જાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK