માઝગાવમાં સ્વાઇન ફ્લુ, ડેન્ગી, મલેરિયા જેવી બીમારીઓ ફેલાશે તો એની જવાબદાર સુધરાઈ હશે

૬ મહિનાથી રસ્તા પર ગટરનું પાણી વહી રહ્યું છે, પરંતુ સુધરાઈએ કંઈ જ ઍક્શન ન લેતાં રહેવાસીઓ ત્રસ્ત


ઉર્વી શાહ

માઝગાવમાં આવેલી તાડવાડી ગ્ત્વ્ ચાલમાં ૬ મહિનાથી ગટરનું ગંદું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું અહીં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક ફરિયાદો કરવા છતાં પણ સુધરાઈ સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો સામે આંખ આડા કાન કરી રહી છે.

આ વિશે વધુ જણાવતાં સ્થાનિક રહેવાસી ગિરધર મારુએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે નાક પર રૂમાલ મૂકી અહીંથી પસાર થઈએ છીએ એટલી બદબૂ આવે છે. ગટરના ગંદા પાણીને કારણે અમારું તો અહીં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. આવા ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. અગર રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર હશે? આમ પણ આજકાલ મલેરિયા, ડેન્ગી, સ્વાઇન ફ્લુ જેવી બીમારીઓનો રાફડો ફાટયો છે ત્યારે આવી ગંદકી હશે તો રોગચાળો ફેલાતાં વધુ સમય નહીં લાગે.’

અમિત સોસાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં આટલા મહિનાઓથી ગટરનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે તેમ છતાં સુધરાઈએ હજી સુધી કોઈ જ ઍક્શન લીધી નથી. રસ્તાની વચ્ચે ગટરનું પાણી આવવાથી આખો રસ્તો કાદવવાળો થઈ જાય છે. નાનાં બાળકો અહીં રમી પણ શકતાં નથી. રહેવાસીઓએ આટઆટલી ફરિયાદ કરી હોવા છતાં પણ હજી સુધી સુધરાઈએ કોઈ જ કાર્યવાહી કરી નથી. લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સુધરાઈને તો કોઈ જ દરકાર નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK